ઘણી વખત કોઈના ધીમા આવાજને કારણે તેની વાત ન સમજાય તેવી સમસ્યા થતી હોય છે પરંતુ હવે એવું ડિવાઇઝ બનાવવામાં આવ્યુ છે જેનાથી તમે કોઈના ધીમા અવાજની સાથે કોઈના મનની વાત પણ જાણી શકશો.
મૂળ ભારતીય અરનબ કપૂરે એક એવું ડિવાઈસ બનાવ્યું છે જેની મદદથી બીજા વ્યક્તિના મનમાં શું ચાલે છે તે જાણી શકાય છે. અરનબ કપૂર મેસાચુએટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલૉજીના મૂળ ભારતીય રિસર્ચર છે. આ ડિવાઇઝને ‘અલ્ટરઈગો હેન્ડસેટ’ નામ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ એક માઈન્ડરીડિંગ ડિવાઇઝ છે.
અલ્ટરઈગો સબવિકોલાઇઝેશન ના આધારે કામ કરે છે. આ એક અદ્રશ્ય મૂવમેન્ટ છે જયારે તમે કોઈ શબ્દ બોલવા જઈ રહ્યા છો અને તે તમારા કંઠમાં હોય છે ત્યારે આ સિસ્ટમ ઇલેક્ટ્રિકલ ઇન્પ્લસને વધારે છે અને જયારે શબ્દનું વાક્ય બદલાય છે ત્યારે ચહેરાના નીચેના ભાગ અને ગાળામાં સંવેગ ઉત્પન્ન થાય છે. જેના કારણે ન બોલાયેલું વાક્ય પણ સાંભળી શકાય છે.
સબવોક્લાઈઝિંગને સ્પીચમાં બદલવાનો આડિયા નવો નથી પરંતુ કપૂરની ટીમનું સૌથી મોટું ચેલેન્જ હતું કે તે ચહેરાના એ ભાગને ઓળખી લે જ્યાંથી વાઈબ્રેશનનું આવે છે. શરૂઆતમાં તેણે ૧૬ સેંસર સાથે કામ કર્યુ અને હવે તે ફક્ત ૪ સેંસર પર નિર્ભર છે.
એકવાર ડિવાઇઝ આ સિગ્નલને પકડી લે છે તો કોમ્પ્યુટરને ટ્રેડ કરવામાં આવે છે કે તે તેને ફરી શબ્દોમાં બદલે, પરંતુ અલ્ટરઈગોની શબ્દોને સંભાળનાર સુધી સીધું હવાના માધ્યમથી પહોંચાઈ શકે નહીં. તે અણુઓ ચારે બાજુ વાઈબ્રેટ કરે છે અને આ વાઈબ્રેશન સંભાળનાર વ્યક્તિને ડાયરેક્ટ સંભળાશે.