GSTV
Home » News » ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ અપાવશે રોહિત-ધવનની દમદાર જોડી, સબુત છે આ રેકોર્ડ

ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ અપાવશે રોહિત-ધવનની દમદાર જોડી, સબુત છે આ રેકોર્ડ

સચિન તેંડુલકર અને વીરેંદ્ર સહેવાગના સંન્યાસ લીધા પછી ભારતિય ટોપ ક્રમે બેટીંગની પુરી જવાબદારી નિભાવનાર રોહિત શર્મા અને શિખર ધવન વર્તમાન સમયમાં દુનિયાની સૌથી મોટી સફળ જોડીના રૂપે વર્લ્ડ કપમાં પગલાં પાડશે.

રોહિત અને ધવને મળીને અત્યાર સુધી 101 વનડે મેચોમાં ભાગીદાર તરીકે 4541 રન બનાવ્યા છે. જો કે છેલ્લા દસ વર્ષોમાં કોઈ પણ જોડીનો શ્રેષ્ઠ રેકોર્ડ છે. આ બંનેએ અત્યાર સુધી એક સાથે 15 સદી અને 13 ફિફ્ટી પુરી કરી હતી.

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રમવામાં આવેલા છેલ્લા વર્લ્ડ કપના આંકડાઓની વાત કરીએ તો પણ રોહિત અને ધવન વિશ્વભરની જોડીયો સામે ઉપર જ સાબિત થાય છે. ભારતીય જોડીએ આ ચાર વર્ષમાં 60 મેચોમાં 2609 રન મળીને બનાવ્યા હતા જેમાં આઠ સદી અને સાત ફિફ્ટી શોમેલ છે.

આ ચાર વર્ષોમાં સૌથી વધુ રન રોહિતના બેટમાંથી નિકળ્યા છે. તેમણે 71 મેચમાં 61.12 એવરેજથી 3790 રન બનાવ્યા હતા જેમાં 15 સદી અને 16 ફિફ્ટી બનાવી છે. ધવન આ યાદીમાં 67 મેચોમાં 2848 રનની સાથે સાથે ચોથા સ્થાન પર છે.

વર્લ્ડ કપમાં ભાગ લેનાર દરેક બેટિંગ કરનાર ખેલાડીઓના પ્રદર્શનની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝના ક્રિશ ગેલ (9850 રન), દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલા(7880) અને બાંગ્લાદેશના તમીમ ઈકબાલે(6636) ઓપનર તરીકે રોહિત (6043) થી વધારે રન બનાવ્યા છે પરંતુ એ ના ભુલવુ જોઈએ કે ભારતિય ખેલાડી લાંબા સમય સુધી મધ્યક્રમમાં પોતાની ભુમિકા નિભાવતા રહ્યાં છે. રોહિતે અત્યાર સુધી જે 206 વન ડે રમ્યા છે તેમાંથી 103 મેચોમાં તે વચ્ચે ઉતર્યો હતો.

રોહિતે જાન્યુઆરી 2013થી નિયમિત રીતે ઓપનરની ભુમિકા ભજવી હતી અને ત્યાર પછી ઓપનર તરીકે સૌથી વધુ રન(6014) તેના નામ પર છે. તેના પછી બીજા નંબર પર ધવન(5286), અમલા(4676), ક્વિંટન ડિકાક(4493), માર્ટિન ગુપ્ટિલ (4264) અને આરોન ફિંચ(4012)નો નંબર આવે છે.

READ ALSO

Related posts

ગુજરાતના આ ગામમાં જન્માષ્ટમી પર જુગાર નહી આ રમત રમાય છે

Nilesh Jethva

રાજકોટમાં પત્ની વીશે અભદ્ર ટિપ્પણી કરતા પતિએ પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ

Nilesh Jethva

ધોની કમાન્ડો લુકમાં થયા સ્પોટ, અંદાજ જોઈને ફેન પડ્યા આશ્વર્યમાં,VIDEO વાયરલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!