દેશની સૌથી મોટી સરકારી ઓયલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓયલ (IOCL) 4 ડિસેમ્બરથી એક વિંટર કાર્નિવલ (Winter Carnival) શરૂ કરવા જઇ રહી છે. આ ઑફર અંતર્ગત ગ્રાહકોને SUV, બાઇક્સ અને દર અઠવાડિયે 5000 રૂપિયા જીતવાનો મોકો મળશે. ઑફર 31 ડિસેમ્બર સુધી લાગુ છે.

ભરો ફ્યૂલ, જીતો કાર
કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર ગ્રાહકોને એકવારમાં 400 રૂપિયા અથવા તેથી વધુનું પેટ્રોલ કે ડીઝલ ભરાવવાનું છે. પ્રિંટેડ બિલની ડિટેલ્સને એક નંબર પર એસએમએસ દ્વારા મોકલવાની છે.
આટલા છે Prizes
ઑફર અંતર્ગત લકી વિજેતા એક SUV કાર, 16 બાઇક, દર અઠવાડિયે 25 વિજેતાને 5000 રૂપિયા જીતી શકે છે. આ ઉપરાંત દરરોજ 100 એક્સ્ટ્રા રિવોર્ડ મેમ્બર્સ 100 રૂપિયા જીતી શકે છે.

આ રીતે લઇ શકો છો ભાગ
ઓયલ ભરાવ્યા બાદ બિલની એક પ્રિન્ટેડ કૉપી લો. આ બિલ પર ડીલર કોડ, બિલ નંબર અને બિલ અમાઉન્ટ હશે. તમે 905215555 નંબર પર DEALER CODE <Space>BILL NO. <Space>BILL AMOUNT ટાઇપ કરીને એસએમએસ (SMS) કરી દો. તમે હેલ્પલાઇન 022 49192526 નંબર પર પણ સંપર્ક સાધી શકો છો.
Read Also
- ઈન્શ્યોરન્સ કંપનીની દાદાગીરી, કોરોનાના ઈલાજમાં ખર્ચાની નહીં કરે ચૂકવણી
- પ્રત્યાર્પણથી બચવા વિજય માલ્યાનો વધુ એક કીમિયો, Human Rights હવાલો આપી માંગી બ્રિટન પાસે મદદ, જાણો હજુ કેટલા વિકલ્પ બાકી
- ટ્રેક્ટર પરેડને લઈને અસમંજસ / હજુ અંતિમ નિર્ણય બાકી, દિલ્હી આવી રહ્યો છે ખેડૂતોનો કાફલો
- રસીકરણ/ અમદાવાદ શહેરમાં ત્રણ હજારથી વધુ લોકોને અપાઈ વેક્સિન, રસી કેન્દ્રોની સંખ્યામાં થયો વધારો
- બેન્ક ખાતા બંધ કરાવવા માટે નહિ આપવો પડે ચાર્જ, અપનાવું પડશે આ ઉપાય