GSTV
Business Trending

Surya Nutan: ફ્રી માં 3 વખત રસોઈ બનાવવાવાળી સગડી થઈ લોન્ચ, 10 વર્ષ ચાલશે, સરકાર આપશે સબસિડી

ગેસના ભાવ વધારાના કારણે હવે રસોઈ મોંઘી થઈ ગઈ છે. ઘરેલું રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત હવે એક હજાર રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે. ભાવ વધારાથી દરેક વ્યક્તિ ચિંતિત છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને હવે એલપીજી સિલિન્ડરનો વિકલ્પ આપ્યો છે. IOC એ ઘરની અંદર વાપરવા માટે સૌર સ્ટોવ રજૂ કર્યો. આ સ્ટવની ખાસ વાત એ છે કે તેનો ઉપયોગ રાત્રે પણ કરી શકાય છે. આ સોલાર સગડી ઘરની બહાર સ્થાપિત પેનલ્સમાંથી સૌર ઉર્જાનો સંગ્રહ કરે છે, જેથી કરીને તડકામાં બેઠા વગર દિવસમાં ત્રણ વખત મફતમાં ભોજન બનાવી શકાય.

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીના ઘરે આયોજિત એક કાર્યક્રમમાં આ સોલાર સગડી પર રાંધેલું ભોજન પીરસવામાં આવ્યું હતું. પુરીએ જણાવ્યું હતું કે આ ચૂલામાં ખરીદીના ખર્ચ સિવાય અન્ય કોઈ જાળવણીનો ખર્ચ થતો નથી અને તેને પરંપરાગત ઈંધણના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. ફરીદાબાદમાં IOC ના સંશોધન અને વિકાસ વિભાગ દ્વારા વિકસિત કરવામાં આવ્યુ છે.

 રસોઈ

તડકામાં રાખવાની જરૂર નથી

IOCના ડાયરેક્ટર (R&D) SSV રામકુમારે જણાવ્યું કે આ સ્ટવનું નામ ‘સૂર્ય નૂતન’ રાખવામાં આવ્યું છે. રામકુમારે કહ્યું કે આ સગડી સોલર કૂકરથી અલગ છે. આ એટલા માટે છે કારણ કે તેને તડકામાં રાખવાની જરૂર નથી. સૂર્ય નૂતન સગડીથી સરળતાથી ચાર લોકોના પરિવાર માટે ત્રણ સમયનું ભોજન બનાવી શકે છે.

આ રીતે કરે છે કામ

સૂર્ય નૂતન ચૂલાને તડકામાં રાખવાની જરૂર નથી. આ સ્ટોવ કેબલ દ્વારા છત પરની સોલાર પ્લેટ સાથે જોડાયેલ છે. સોલાર પ્લેટ દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા કેબલ દ્વારા સગડીમાં આવે છે. આ કારણે સૂર્ય નૂતન ચાલે છે. સોલર પ્લેટ સૌર ઉર્જાને સૌ પ્રથમ થર્મલ બેટરીમાં સંગ્રહિત કરે છે. આ કારણોસર, સૂર્ય નૂતનની મદદથી રાત્રે પણ ભોજન બનાવી શકાય છે.

 રસોઈ

કિંમત ખૂબ ઓછી હશે

IOCએ હમણાં જ સૂર્ય નૂતનનું પ્રારંભિક મોડલ રજૂ કર્યું છે. કોમર્શિયલ મોડલ હજુ લોન્ચ કરવાનું બાકી છે. હાલમાં, દેશભરમાં 60 સ્થળોએ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. IOC અનુસાર, સૂર્ય નૂતનની કિંમત 18,000 રૂપિયાથી 30,000 રૂપિયાની વચ્ચે હશે. સરકાર આના પર સબસિડી પણ આપશે. સબસિડી પછી તેની કિંમત 10,000 થી 12,000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

READ ALSO:

Related posts

Breakfast For Good Digestion: પાચન ક્રિયામાં સુધારો કરીને પાચન શક્તિ વધારવા માટે નાસ્તામાં ખાઓ આ 5 વસ્તુઓ

GSTV Web Desk

નવું નજરાણું / રૈયાલીમાં માણી શકાશે જુરાસિક યુગનો રોમાંચ, અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જીવંત થશે ડાયનોસોર

Zainul Ansari

નફીસા આપઘાત કેસ / પ્રેમી રમીઝની પોલીસે કરી ધરપકડ, આરોપી પર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ

Zainul Ansari
GSTV