GSTV
Auto & Tech Trending

ઇલેક્ટ્રિક વાહનોની ચાર્જિંગ પ્રોબ્લેમમાંથી મળશે છૂટકારો, Indian Oil લાવી રહી છે આ ખાસ સર્વિસ

indian oil

ભારતની સૌથી મોટી ઑયલ કંપની ઇન્ડિયન ઑયલ (Indian Oil)ઇલેક્ટ્રિક વાહનો માટે એક ખાસ સુવિધા લઇને આવી રહી છે. કંપનીએ એલાન કર્યુ છે કે તે ટૂંક સમયમાં જ પેટ્રોલ પંપ પર આ વાહનોને ચાર્જ કરવા માટે બેટરી સ્વેપિંગની સુવિધા આપશે. જે બાદ ઇલેક્ટ્રિક વાહનોને પેટ્રોલ પંપ પર જ સરળતાથી ચાર્જ કરી શકાશે. જો કે હાલ આ સર્વિસ ફક્ત સિલેક્ટેડ શહેરોમાં જ લૉન્ચ કરવામાં આવશે.

20 સ્ટેશન પર કરવામાં આવશે એક્સપેંડ

ખાસ સર્વિસ માટે ઇન્ડિયન ઑયલ (Indian Oil)સન મોબિલીટી સાથે પાર્ટનરશિપ કરશે. આ સર્વિસનું નામ ‘ક્વિક ઇંટરચેંજ સ્ટેશન’ રાખવામાં આવ્યું છે. કંપનીના ચેરમેન સંજીવ સિંહે જણાવ્યું કે ઇન્ડિયન ઑયલ (Indian Oil) સૌથી પહેલા ચંદીગઢમાં ઇંસ્ટંટ બેટરી સ્વેપિંગની સુવિધાની શરૂઆત કરશે, જે બાદ તેને 20 સ્ટેશનો સુધી એક્સપેંડ કરી શકાશે.

આ શહેરો સુધી પહોંચશે સર્વિસ

સાથે જ પાયલટ પ્રોડેક્ટ અંતર્ગત ચંદીગઢ, અમૃતસર અને બેંગલોરમાં ત્રણ અન્ય સ્ટેશન પર આ સર્વિસ માટે સેટઅપ કરવામાં આવ્યુ છે. પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત આ ખાસ સુવિધાને નવી દિલ્હી, ગુરુગ્રામ ઉપરાંત અન્ય શહેરો સુધી પણ પહોંચાડવામાં આવશે.

ચાર્જ કરવામાં નહી લાગે સમય

આવું પહેલીવાર કરવામાં આવી રહ્યું છે, તેથી આ વાહનોને ચાર્જ કરવામાં વધુ સમય લાગે છે. કંપનીનું કહેવું છે કે લોકોને ચાર્જિંગમાં ઘણો સમય રાહ જોવી પડે છે. તેથી ઇન્ડિયન ઑયલ(Indian Oil) આ સર્વિસને શરૂ કરી રહી છે. આ સુવિધાની વાત ઇલેક્ટ્રિક વાહનોને ફક્ત ગણતરીની મિનિટોમાં ચાર્જ કરી શકાશે. સાથે જ આ સર્વિસની શરૂઆતમાં કંપનીનું ફોકસ કમર્શિયલ વાહનો પર છે, જેમાં ઇલેક્ટ્રિક ઑટો, રિક્શા અને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ સામેલ છે.

Read Also

Related posts

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave

WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો

Hardik Hingu
GSTV