GSTV

ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ-ડિઝલ ખરીદવા પર આપી રહ્યું છે ‘કેશબેક’, પેટ્રોલ પમ્પ પર આ રીતે મળશે ફાયદો

પેટ્રોલ

Last Updated on June 24, 2021 by Damini Patel

પેટ્રોલ-ડીઝલની કિંમત સતત વધી રહી છે. પહેલા ઘણા શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાથી વધુ ભાવમાં વેચાઈ રહ્યું હતું, પરંતુ હવે ડીઝલના ભાવ પણ 100 રૂપિયા લીટર સુધી પહોંચી ગયા છે. જો પેટ્રોલ-ડીઝલ જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે, જેનાથી એના પર થવા વાળા ખર્ચને ઓછો કરવામાં મુશ્કેલી છે. પરંતુ હવે ઇન્ડિયન ઓઇલ તમને એક ઓફર આપી રહ્યું છે, ત્યાર પછી તમે મોંઘવારી દરમિયાન ખરીદેલ પેટ્રોલ પર કેટલાક રીવોર્ડ પોઇન્ટ મેળવી શકો છો. એનાથી તમને પેટ્રોલ સીધું સસ્તુ નથી મળતું, પરંતુ ઈ-શોપિંગના સમયે તમારો ખર્ચ પર ઓછો થઇ જશે.

પેટ્રોલ

ઇન્ડિયન ઓઇલના આ પ્રોગ્રામથી તમારો ખર્ચ ઓછો થઇ જાય છે અને પેટ્રોલ પર થવા વાળા ખર્ચમાં બચત કરી શકે છે. એવામાં જાણીએ કે પેટ્રોલની કિંમત પર કેવી રીતે બચત કરી શકાય છે અને ઇન્ડિયન ઓઇલનો પ્રોગ્રામ શું છે જે તમારા માટે ફાયદાનો સોદો હોઈ શકે છે. જાણીએ આ પ્રોગ્રામ સાથે જોડાયેલ તમામ વાત.

શું છે આ કાર્યક્રમ ?

સરળ શબ્દોમાં કહીએ તો, ઇન્ડિયન ઓઇલ તેના ગ્રાહકોને એક વિશેષ સભ્ય બનાવી રહ્યું છે અને જો તમે તે સભ્ય બનશો તો તમને પેટ્રોલની ખરીદી પર ઘણા બધા રીવોર્ડ મળે છે જેનો તમે ખરીદી માટે ઉપયોગ કરી શકો છો. તમે સભ્ય બનવા માટે ઓનલાઇન અરજી કરી શકો છો તે પછી તમને કાર્ડ મળે છે. આ પછી તમારે ફક્ત આ કાર્ડ દ્વારા પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડશે. આ કાર્ડથી પેટ્રોલની ખરીદી તમને અન્યત્ર ખરીદી કરવામાં સહાય કરે છે. આ સભ્યોને XTRAREWARDS ગ્રાહકો કહેવામાં આવે છે, જેમને ઇન્ડિયન ઓઇલ વિશેષ સુવિધાઓ પૂરી પાડે છે.

કેવી રીતે લાભ મળે?

XTRAREWARDS ગ્રાહકોને દરેક પેટ્રોલ-ડીઝલ ખરીદી પર ઇનામ પોઇન્ટ મળે છે. તમે આ રિવાર્ડ પોઇન્ટ્સનો ઉપયોગ બીજે ક્યાંય ખરીદી માટે કરી શકો છો. તમે આ પોઈન્ટ્સનો ઉપયોગ બુકમાયશો, બિગ બાસ્કેટ, ડોમિનોઝ, એપોલો ફાર્મસી, એમેઝોન પે ગિફ્ટ કાર્ડમાં કરી શકે છો. આ સિવાય જે અઠવાડિયામાં તમારો જન્મદિવસ હશે, ત્યાં તમને ગિફ્ટ પણ આપવામાં આવશે અને ઈન્ડિયન ઓઇલ તરફથી વધારાના ઇનામ પોઇન્ટ આપવામાં આવશે.

કેવી રીતે કરે છે મેનેજ ?

આ માટે તમારે IndianOil ONE APP એપ ડાઉનલોડ કરવું પડશે. આ એપ્લિકેશન દ્વારા તમે તમારા ઈનામ પોઇન્ટનો ઉપયોગ કરી શકો છો અને પોઇન્ટ્સ દ્વારા ઇ-વાઉચર્સ લઈ શકો છો. પછી તમે ઇ-વાઉચર દ્વારા ખરીદી કરી શકો છો.

કેવી રીતે બની શકો છો સભ્ય ?

સૌ પ્રથમ https://www.xtrarewards.com/hat-is-xtrarewards/ લિંક પર જાઓ. આ પછી, Become A Member Today Enroll Nowનો લોગો નીચે દેખાશે. તેમાં Enroll Now પર ક્લિક કરો. આ પછી માંગેલી માહિતી ભરો અને તમારી પ્રક્રિયા ઓટીપી દ્વારા પૂર્ણ કરો. આ પછી તમને કાર્ડ મળશે અને તમને આ કાર્ડ પેટ્રોલ પંપ પરથી મળશે.

Read Also

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari

આકાશી આફત / ભારે વરસાદ મહારાષ્ટ્રમાં આફત બની, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 112 લોકોના મોત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!