GSTV
Home » News » આજની મેચમાં ઇતિહાસ રચી શકે છે ‘ચાઇનામેન’ કુલદીપ યાદવ, શમી-બુમરાહના રેકોર્ડ્સ નિશાન પર

આજની મેચમાં ઇતિહાસ રચી શકે છે ‘ચાઇનામેન’ કુલદીપ યાદવ, શમી-બુમરાહના રેકોર્ડ્સ નિશાન પર

ભારતનો ચાઈનામેન બોલર કુલદીપ યાદવ વનડે ક્રિકેટમાં વિકેટોની સદી લગાવવાથી માત્ર ચાર જ વિકેટ દૂર છે. ભારત વેસ્ટઈન્ડિઝ સામે બુધવારે તેની ત્રીજી વનડે રમ્યું અને કુલદીપનો પ્રયત્ન એ રહેશે કે આ મેચમાં તે તેનો ટાર્ગેટ પૂરો કરી દે. કુલદીપે 2017માં વનડેમાં પદાર્પણ કર્યું હતું. 53 મેચમાં તેના નામે 96 વિકેટ છે.

કુલદીપે આ વિકેટ 23.86ની સરેરાશ અને 38.8 ના સ્ટ્રાઇક રેટથી લીધી છે. ઓડી ક્રિકેટમાં આ 4.95ની ઇકોનોમીથી રન આપે છે. સાથે-સાથે 6 ટેસ્ટમાં 24 અને 18 ટી 20મેચમાં 35 વિકેટ લીધી છે.

100 વિકેટ સુધી સૌથી ઝડપી ભારતીય
જો બુધવારની મેચમાં કુલદીપ ચાર વિકેટ લઈ લે તો, વનડેમાં ભારતમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બૉલર બની જશે. આ બાબતે મોહમ્મદ શમીને પાછળ છોડી દેશે. શમીએ 56 મેચમાં 100નો આંકડો પાર કર્યો હતો. અત્યારે બીજા સ્થાન પર જસપ્રીત બુમરાહ છે. જેણે 56 મેચમાં 100 વિકેટ લીધી હતી. વર્લ્ડ ક્રિકેટની વાત કરીએ તો, અફઘાનિસ્તાનના લેગ સ્પિઅનર રાશિદ ખાને 44 મેચમાં સૌથી ઝડપી 100 વિકેટ લીધી છે.

ભારત ત્રણ મેચની વનડે સીરીઝમાં 1-0 થી આગળ છે. સીરીઝની પહેલી મેચ વરસાદના કારણે રદ થઈ હતી.

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!