GSTV

ભારતીય નેવીના સૂત્રોનો દાવો, ચીનના રિસર્ચ શિપની સંખ્યા હિંદ મહાસાગર સતત વધી રહી છે

હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીન પોતાની ગતિવિધી સતત વધારી રહ્યું છે. ભારતીય નેવીના સૂત્રો મુજબ ચીનના રિસર્ચ શિપની સંખ્યા હિંદ મહાસાગર વિસ્તારમાં સતત વધી રહી છે. આ સમયે પણ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનના ત્રણ રિસર્ચ શિપ હાજર છે.. સૂત્રો મુજબ ચીનના રિસર્ચ શિપની ગતિવિધીમાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ચીનના રિસર્ચ શીપની તૈનાતી 90 ડિગ્રી ઇસ્ટ રિજ અને સાઉથ વેસ્ટ ઇન્ડિયન રિજમાં જોવા મળી છે. ચીનના રિસર્ચ શિપની સંખ્યા વધવાથી સ્પષ્ટ છે કે ચીન હિંદ મહાસાગર ક્ષેત્રમાં વધુ રસ દાખવી રહ્યું છે.

એક સીનિયર અધિકારી મુજબ તેના બે મતલબ હોઇ શકે છે. ચીન હિંદ મહાસાગરમાં પોતાનો આર્થિક હિત શોધી રહ્યું છે. સાથે જ સૈન્ય હેતુ પણ સંકળાયલ છે. એક અધિકારીએ જણાવ્યું કે ચીનની રિસર્ચ શીપ આ વિસ્તારમાં મિનરલની શોધ કરી રહી હોઇ શકે છે. સાથે જ તેની શિપ તે જાણી રહી હોઇ શકે છે કે પાણીનું પ્રોફાઇલ શું છે. પાણીનું વાતાવરણ કેવું છે. તેનાથી તેમને સબમરીન ઓપરેશન સમજવામાં મદદ મળી શકે. ચીને હિંદ મહાસાગરમાં રિસર્ચ શીપની સાથે સાથે ફિશિંગ શિપની પણ સંખ્યા વધારી દીધી છે. ચાર વર્ષ પહેલા જે 300 ફિશિગ શિપ આ વિસ્તારમાં આવતી હતી. તેની સંખ્યા વધીને હવે 450 થઇ ગઇ છે.

READ ALSO

Related posts

એલન મસ્કની નજર હવે મુકેશ અંબાણીના બિઝનેસ પર, હવે આ સેક્ટરમાં ધૂમ મચાવવાની તૈયારી

Bansari

કોરોના સામે કવચ / નવા સ્ટ્રેનની વેક્સિન બનાવવામાં લાગ્યા ઓક્સફોર્ડના વૈજ્ઞાનિક, વાયરસના દરેક સ્વરૂપ પર નજર

Mansi Patel

કંગાળ પાકિસ્તાન: કોરોના રસી ખરીદવા પણ નથી પૈસા, દેવુ વધતા ‘જિન્નાહ’ની ઓળખને ગીરવે મુકશે ઇમરાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!