GSTV
Home » News » ભારતીય નૌસેનાની પહેલી મહિલા પાયલટ બની સબ લેફ્ટનન્ટ શિવાંગી, ઉડાવશે ‘સૌથી શક્તિશાળી’ વિમાન

ભારતીય નૌસેનાની પહેલી મહિલા પાયલટ બની સબ લેફ્ટનન્ટ શિવાંગી, ઉડાવશે ‘સૌથી શક્તિશાળી’ વિમાન

ભારતીય નેવીમાં મહિલા સન્માન માટે આજનો દિવસ ઐતિહાસિક છે. કારણ છે નેવીને પહેલી મહિલા પાયલટ મળી ગઈ છે. સબ લેફટનન્ટ શિવાંગ સિંહે કમાન સંભાળી છે. બિહારના મુઝફ્ફરપુરની રહેવાસી સબ લેફટનન્ટ શિવાંગી કોચ્ચિમાં પોતાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ નેવીના ડોરનિયર એરક્રાફ્ટના કોકપિટમાં ઉડાન ભરવા માટે તૈયાર છે.

નેવીના જણાવ્યા મુજબ સબ લેફટનન્ટ શિવાંગીએ શોર્ટ સર્વિસ કમીશનનો 27મો એનઓસી કોર્ષ જોઈન કર્યો હતો અને ગત વર્ષે જૂન 2018માં કેરળના એઝીમાલા સ્થિત ઈન્ડિયન નેવલ એકેડમીમાં પોતાની કમીશનિંગ પૂરી કરી હતી. લગભગ દોઢ વર્ષની પાયલટ ટ્રેનિંગ બાદ આજે શિવાંગી નેવીની પહેલી મહિલા પાયલટ બની છે.

કોચ્ચિ સ્થિત નૌસેનાની દક્ષિણી કમાનમાં સૈન્ય પરંપરા મુજબ તેને પાયલટ તરીકે સામેલ કરવામાં આવ્યા. દર વર્ષે 4 ડિસેમ્બર નેવી પોતાનો સ્થાપના દિવસ મનાવે છે, આ સ્થાપના દિવસ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતીય નેવીની મોટી અને નિર્ણાયક કાર્યવાહીના વિજ્યોત્સવના રૂપે મનાવવામાં આવે છે.

48માં સ્થાપન દિવસ પહેલાં જ ભારતીય નેવીએ મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું પગલું ઉઠાવ્યું છે. નેવીની પહેલી મહિલા પાયલટ શિવાંગી નૌસેનાનું ટોહી વિમાન, ડોરનિયર ઉડાવશે અને સમુદ્રી સરહદોનું ધ્યાન રાખશે.

READ ALSO

Related posts

સેક્સ સંબંધો માણવા 15 વર્ષના છોકરાને લીધો દત્તક પણ શિક્ષિકા સાથે એવું થયું કે…

Karan

પીએમ મોદી આ સ્માર્ટફોનનો કરે છે ઉપયોગ, અમિત શાહની પણ આ છે પસંદ

Karan

દેશના TOP 10 પોલીસ સ્ટેશનોની યાદી થઈ જાહેર, ગુજરાત પોલીસ લઈ શકે છે આ ગૌરવ

Karan
Do NOT follow this link or you will be banned from the site!