GSTV

હિંદ મહાસાગરમાં ચીની નૌસેનાના ત્રણ યુદ્ધજહાજો ઘુસી આવ્યા : નેવીઅે કહ્યું વેલકમ

Last Updated on April 18, 2018 by Karan

હિન્દ મહાસાગરમાં ચીનના પીપલ્સ લિબરેશન આર્મીના નેવીના ત્રણ યુદ્ધજહાજો ઘુસી આવવાને લઇને નૌસેનાએ ટ્વીટ કર્યુ છે, ‘પીએલએ-નેવીની 29મી એન્ટી-પાઇરેસી એસ્કૉર્ટ ફૉર્સનું હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સ્વાગત છે. હેપી હંટિંગ.’ ચીનનું કહેવું છે કે તેમણે પોતાના વૉરશિપ્સને પાઇરેસીને ધ્યાનમાં રાખતા તૈનાત કરી છે અને તેનું લક્ષ્ય હિન્દ મહાસાગર ક્ષેત્રમાં રિસર્ચ માટે બેઝ તૈયાર કરવાનું છે.

ઇન્ડિયન નેવીએ વેલકમ ટ્વીટ બાદ એક બીજી ટ્વીટ કરતા પોતાના વૉરશિપ્સ તૈનાત કર્યાનો નક્શો જાહેર કરતા ટ્વીટ કર્યુ છે કે, ‘ફારસી ગલ્ફથી મલક્કા સ્ટ્રેટ અને ઉત્તરમાં બંગાળની ખાડીથી દક્ષિણ હિન્દ મહાસાગર સુધી અને આફ્રીકાના પૂર્વ છેડા સુધી અમે 24 કલાક દેખરેખ કરીશું. અમારા વિસ્તારને દરેક ક્ષણે, અને બધી તરફથી સુરક્ષિત રાખવા માટે અમે સક્ષમ છીએ.’

ભારતીય નેવીએ આ ટ્વીટ મારફતે સંદેશ આપ્યો છે કે ભારતીય નેવી પોતાની સરહદમાં સંપૂર્ણપણે સતર્ક છે અને દરેક પ્રકારની સુરક્ષા માટે સક્ષમ છે. નેવીના ‘મિશન બેઝ્ડ ડિપ્લોયમેન્ટ’ હેઠળ યુદ્ધની સ્થિતિમાં કોઇ પણ પરિસ્થિતિ સામે લડવા માટે સક્ષમ 50 વૉરશિપ્સને હિન્દ મહાસાગરમાં તૈનાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં એક ઇન્ટરવ્યૂમાં નેવી ચીફ એડમિરલ સુનીલ લાંબાએ આ વાતની ખાતરી કરી હતી કે હિન્દ મહાસાગરમાં ચીનની સબમરીન તૈનાત કરવામાં વધારો થયો છે. લાંબાએ કહ્યુ હતુ કે, ‘ચીન સબમરીન તૈનાત કરવાને અને બેઝ તૈયાર કરવાને એન્ટી-પાયરેસી અભિયાન હોવાનું જણાવવામાં આવી રહ્યું હતુ, પરંતુ તેમની વધતી હાજરીએ પ્રાદેશિક સ્થિરતાને લઇને પણ કટોકટી ઉભી કરી છે.’ લાંબાએ કહ્યુ હતુ કે ભારતીય નેવી ચીનની નૌસેનાની વધતી સક્રિયતા અને હાજરી પર દેખરેખ કરી રહી છે અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખતા કોઇ પણ પરિસ્થિતિ સામે લડવા માટે સક્ષમ છે.

Related posts

મહામારી/ આ છે Omicron Variantના 3 સૌથી મોટા લક્ષણો, કોરોનાના અન્ય સ્ટ્રેનથી બિલકુલ અલગ

Bansari

ફોન પર કહ્યું હું કિડનૈપ થઈ ગયો છું, આખી રાત 600 પોલીસ જવાનો શોધતા રહ્યા, સવારે બોલ્યો-થોડો છાંટોપાણી કર્યું હતું એમાં આવું થયું

Pravin Makwana

આવકવેરા ખાતાની ટીમના ડેરી ઉદ્યોગ ગ્રુપ પર દરોડા, રૂ.400 કરોડની કરચોરી પકડાઈ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!