ભારતીય નેવી તેની તાકાતમાં વધારો કરવા માંગે છે. નેવીએ ભારત સરકાર સમક્ષ રશિયાના 10 કામોવ-31 હેલિકોપ્ટર ખરીદવા માટે પ્રસ્તાવ મોકલ્યો છે. સરકારી ઓફિસરના જણાવ્યા પ્રમાણે રક્ષા મંત્રાલયને 10 કામોવ હેલિકોપ્ટર ખરીદવાનો પ્રસ્તાવ મળ્યો છે. તેમની કિંમત અંદાજે 3500 કરોડ રૂપિયા છે. આ હેલિકોપ્ટર એરક્રાફ્ટ કેરિયર ઓપરેશન્સ અને ભવિષ્યમાં ગ્રેગરીવિચ ક્લાસ જંગી જહાજ પર તૈનાત કરવામાં આવી શકે છે. રક્ષા મંત્રાલયની એક ઉચ્ચ સ્તરની બેઠક થવાની છે. તેમાં ઈન્ડિય કોસ્ટગાર્ડના પ્રસ્તાવ ઉપર પણ ચર્ચા થવાની છે. ઈન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી દરિયાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન માટે 6 એરક્રાફ્ટ સી-295 ખરીદવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. નવા એરક્રાફ્ટને વાયુસેનાના એવરો ટ્રાન્સપોર્ટ પ્લેનની જગ્યાએ લાવવામાં આવી શકે છે .. નેવીની પાસે વર્તમાનમાં 12 કામોવ-31 હેલિકોપ્ટર છે. તેને એરક્રાફ્ટ કેરિયર પર તહેનાત કરવાની સાથે સાથે દરિયામાં આમને-સામનેની લડાઈમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે.
READ ALSO
- Dell અને Zoom બાદ હવે eBay પણ લોકોને ‘છોડી’ દેશે, આટલા કર્મચારીઓનો રોજગાર છીનવાશે
- ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉનું નામ બદલાશે? ભાજપ સાંસદે પીએમ, અમિત શાહ અને સીએમ યોગીને લખ્યો પત્ર
- ચાઈનીઝ જાસૂસી બલૂને ભારતને પણ નિશાન બનાવ્યાનો દાવો, ધ વોશિંગ્ટન પોસ્ટનો ચોંકાવનારો અહેવાલ
- સુરતમાં કાપડ ઉદ્યોગમાં ઇન્કમટેક્સના દરોડા, કાપડ ઉદ્યોગમાં જાણીતા ઉમર જનરલને ત્યાં સતત બે દિવસથી સર્ચ ઓપરેશન
- જો બાઈડેન બગડ્યા/ અમે સંઘર્ષ નહીં ઈચ્છતા પરંતુ જો અમને છંછેડશો તો અમેરિકા છોડશે નહીં, ચીન સીધી રીતે સમજી જાય