GSTV
Home » News » ભારતીય જહાજોની સલામતી માટે, નેવીએ ઓમાનની ખાડીમાં તૈનાત કર્યા બે યુદ્ધજહાજો

ભારતીય જહાજોની સલામતી માટે, નેવીએ ઓમાનની ખાડીમાં તૈનાત કર્યા બે યુદ્ધજહાજો

પાછળના દિવસોમાં ઓમાનની ખાડીમાં બે વિદેશી ઓઇલ ટેંકરો પરના હુમલા પછી, ભારતીય નૌકાદળે તેના જહાજોને સુરક્ષિત રાખવા માટે ત્યાં બે યુદ્ધજહાજોને મૂક્યા છે. ઉલ્લેખનીયછેકે યુ.એસ.-ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે 13 જૂનના રોજ હૂરમૂજ જલ઼મરૂમધ્યની બહાર ઇરાનીયન દરિયાકિનારા નજીકના ડબલ હુમલામાં બે તેલ ટેન્કરને નુકસાન થયું હતું.

એક ખાનગી સમાચાર ના અહેવાલ મુજબ, નેવીના પ્રવક્તા કેપ્ટન ડી કે શર્માએ ગુરુવારે કહ્યું હતું કે, “અમે આઇએનએસ ચેન્નઈ અને પેટ્રોલિંગ જહાજ આઇએનએસ સુનયનાને ‘ઓપરેશન સંકલ્પ હેઠળના વિસ્તારમાં ભારતીય જહાજોનીની સુરક્ષા માટે જમાવ્યું છે. આ પગલું આ વિસ્તારના જહાજો પરના હુમલાને ધ્યાનમાં રાખીને ઉઠાવ્યો છે.

‘નૌકાદળ તેની લાંબા અંતરની પેટ્રોલિંગ એરક્રાફ્ટ પી -81 થી પણ એરિયલ સર્વેલન્સનું સંચાલન કરી રહ્યા છે. આ ઉપરાંત ડિસેમ્બર 2018 માં શરૂ કરવામાં આવેલા હિંદ મહાસાગર ક્ષેત્રના સૂચના ફ્યુઝન સેન્ટરની સહાયથી ખાડીમાં હાજર જહાજોની હિલચાલની નજીકથી દેખરેખ રાખવામાં આવી છે.

READ ALSO

Related posts

સોનભદ્ર હત્યાકાંડ પર દીદી બોલ્યા- ભાજપ બંગાળમાં આવી શકે, અમને યુપીમાં ન જવા દીધા

Riyaz Parmar

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!