GSTV

ગલવાન ઘાટીમાં ઝડપ બાદ ભારતીય નેવીએ દક્ષિણ ચીન સાગરમાં તૈનાત કર્યા યુદ્ધજહાજ

Last Updated on August 30, 2020 by Mansi Patel

લદ્દાખની અંદર ભારત અને ચીન વચ્ચે મે મહિનાથી તણાવની સ્થિતિ છે. આ તણાવમાં સતત વધારો થઇ રહ્યો છે. આ તણાવ વચ્ચે પણ ચીન દક્ષિણ ચીની સમુદ્રમાં સૈન્ય ગતિવિધિઓમાં વધારો કરી રહ્યું છે. સૈન્ય અભ્યાસ કરે છે, યુદ્ધ જહાજ તહેનાત કરે છે. ત્યારે હવે ભારતે ચીનને તેની જ ચાલથી ઘેરવાની રણનીતિ બનાવી હોય તેવું લાગે છે. ભારતે ચુપચાપ દક્ષિણ ચીની સમુદ્રમાં પોતાનું યુદ્ધ જહાજ તહેનાત કરી દીધું છે. ચીન આ વિસ્તાર પર પોતાનો દાવો કરતું વ્યું છે અને ભારતના નૌસૈનિકો અને જહાજોની ઉપસ્થિતિ અંગે વિરોધ કરે છે. 2009ના વરેષથી જ ચીન દક્ષિમ ચીની સમુદ્રમાં વિસ્તારવાદ કરી રહ્યું છે.

સમાચાર એજન્સી એનઆઇએ જણાવ્યું કે ભારતે એ વિસ્તારમાં પોતાનું યુદ્ધ જહાજ તહેનાત કર્યુ છે કે જ્યાં અન્ય કોઇ પણ દેશની સેનાની ઉપસ્થિતિ અંગે ચીન વંધો ઉઠાવે છે. ચીની સેના સતત એવો દાવો કરે છે દક્ષિણ ચીની સમુદ્રોનો મોટાભાગનો હિસ્સો અમારા અધિકાર ક્ષેત્રમાં આવે છે.

દક્ષિણ ચીની સમુદ્રમાં ભારતે પોતાનું યુદ્દ જહાજ મોકલતા ચીને વાંધો ઉઠાવ્યો છે. ભારત સાથેની ડિપ્લોમેટિક સ્તરની વાતચીત દરમિયાન ચીને આ મુદ્દો ઉઠાવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ પણ થોડા સમયથી દક્ષિણ ચીની સમુદ્રમાં પોતાની ઉપસ્થિતિ મજબૂત કરી રહ્યું છે. અમેરિકાએ પણ પોતાનું યુદ્ધ જહાજ આ વિસ્તારમાં તહેનાત કર્યુ છે. ભારતીય યુદ્ધ જહાજ અમેરિકી યુદ્ધ જહાજના સતત સંપર્કમાં છે.

READ ALSO

Related posts

અતિ કામનું/ દેશી વેક્સિન કોરોનાના ખતરનાક વેરિએન્ટ મ્યુટેશન ડેલ્ટા પ્લસ સામે લડવા માટે પણ સક્ષમ, ICMR કર્યો ખુલાસો

Vishvesh Dave

લોલંલોલ: 7 કરોડના કૌભાંડનો બ્રિફ રિપોર્ટ સરકાર ને ddoની સહી વગર જ મોકલી દેવાયો, આખરે શું રંધાઈ રહ્યું છે?

pratik shah

કોવેક્સિનના વેચાણ પર ICMRને મળશે 5% રોયલ્ટી, જાણો હવે કેમ ઉઠી રહ્યા છે સવાલ?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!