GSTV
Gujarat Government Advertisement

મુંબઈના દરીયામાં ડૂબ્યુ બાર્ઝ પી- 305 જહાજ, 276માંથી 146 લોકોનું કરાયું રેસ્કયુ, નેવીએ શરૂ કર્યું બચાવ કાર્ય

Last Updated on May 18, 2021 by pratik shah

મુંબઈથી 175 કિલોમીટર દૂર હીરા ઓઇલ ફીલ્ડ્સ નજીક તાઉ-તે વાવાઝોડાથી ફસાયેલા ભારતીય જહાજ P-305 દરિયામાં ડૂબ્યું હતું. ભારતીય નેવી દ્વારા 146 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 170થી વધુ લોકો ગુમ છે. આ જગ્યાએ એક અન્ય ભારતીય જહાજ ફસાયું છે. જેમાં સવાર લોકોને બચાવવા INS કોલકાતાને મોકલવામાં આવ્યું છે. એક અહેવાલ અનુસાર એમાં 137 લોકો સવાર છે અને 38 લોકોને સુરક્ષિત રેસ્ક્યૂ કરાયા છે.

  • મુંબઈના દરીયામાં ડૂબ્યુ બાર્ઝ પી-૩૦૫ નામનું જહાજ
  • પી-૩૦૫ જહાજમાં ૨૭૬ લોકો સવાર હતા
  • જહાજમાં રહેલા ૧૪૬ લોકોનું રેસ્કયુ કરી બચાવવામાં આવ્યા
  • આઈએનએસ કોચ્ચિ અને આઈએનએસ કોલકત્તા દ્વારા બચાવ

ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક મધવાલે કહ્યું, ‘ બોમ્બે હાઇ વિસ્તારમાં સ્થિત હીરા ઓઇલ ક્ષેત્રમાં જહાજ ‘ P-305 ‘ની મદદ માટે આઈએનએસ કોચ્ચીને રવાના કરવામાં આવ્યું હતું. INS તલવારને પણ સર્ચ અને રાહત કામગીરી માટે તહેનાત કરાયું છે. બીજું જહાજ એટલે કે GAL કન્સ્ટ્રક્ટરનો પણ ઇમર્જન્સી સંદેશ મળ્યો હતો, જેના પર 137 લોકો સવાર છે અને એ મુંબઈ કિનારાથી આઠ નોટિકલ માઇલ દૂર છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave

ચીને ફેલાયો કોરોના? વાઇરસના સ્ત્રોતના ખુલાસા પહેલા જ ડ્રેગને નષ્ટ કર્યા પુરાવા, રિપોર્ટમાં ખુલાસો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!