દિલ્હીમાં 26મી જાન્યુ.ના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પરેડની તૈયારીઓ ચાલી રહી છે. પરેડ માટે હાલ નેવીના જવાનો દ્વારા દિલ્હીમાં રિહર્સલ ચાલી રહી છે. જોકે રિહર્સલ દરમિયાન નેવી બેંડનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં નેવીના જવાાનો મોનિકા ઓ માય ડાર્લિંગ ગીત પર નાચતા જોવા મળી રહ્યા છે. જેનાથી વિવાદ સર્જાયો છે.
આ વીડિયોને માયગવ ઇન્ડિયાના સત્તાવાર ટ્વિટર હેંડલ દ્વારા શેર કરાયો છે. જે બાદ તે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. વીડિયોને લઇને સોશિયલ મીડિયા પર બે પ્રકારના પ્રતિભાવો જોવા મળી રહ્યા છે જેમાં કેટલાક ટીકા કરી રહ્યા છે જ્યારે કેટલાક વખાણ કરી રહ્યા છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ટીએમસી સહિતના વિપક્ષોએ જવાનો મોનિકા ઓ માય ડાર્લિંગ ગીત પર નાચી રહ્યા છે તેના પર વાંધો ઉઠાવ્યો છે.
ટીએમસીના નેતા મહુઆ મોઇત્રાએ ટ્વિટ કરીને કહ્યું છે કે સૈન્યની પ્રતિષ્ઠાને દાવ પર મુકાઇ રહી છે. મોદી અને શાહે સૈન્યને પોતાના હાથમાં લઇ લીધા છે. આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા સેલના કપિલે લખ્યું હતું કે થીયેટરોમાં રાષ્ટ્રગીત જ્યારે પ્રજાસત્તાકની પરેડમાં મોનિકા ઓ માય ડાર્લિંગ… દેશમાં તમાશાકરણ રોજ નવી ઉંચાઇ પર પહોંચી રહ્યું છે.
Read Also
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો