GSTV

હિન્દ મહાસાગરમાં જોવા મળ્યો સેનાનો પાવર, ભારતીય નૌસેના અને યુએસ નેવીએ કર્યો સંયુક્ત યુદ્ધાભ્યાસ

Last Updated on June 24, 2021 by Pritesh Mehta

ભારતીય એરફોર્સ, ભારતીય નૌસેના અને અમેરિકન નૌસેના હિંદ મહાસાગરમાં યુદ્ધાભ્યાસ કરી રહી છે. પ્રથમ દિવસે ભારતીય એરફોર્સ, ભારતીય નૌસેના અને અમેરિકન નૌસેનાના રોનાલ્ડ રીગન સીએસજીએ સાથે મળી યુદ્ધાભ્યાસ કર્યો હતો. આ દરમિયાન ત્રણેય સેના દ્વારા પોતાની તાકાત દેખાડવામા આવી હતી.

ભારતીય એરફોર્સ દ્વારા આ યુદ્ધાભ્યાસનો વીડિયો પણ જાહેર કરાયો હતો. ભારતીય નૌસેનાના પ્રવક્તા કમાન્ડર વિવેક મઘવાલે કહ્યું કે,‘2 દિવસીય યુદ્ધાભ્યાસનું લક્ષ્ય દ્વિપક્ષીય સંબંધ અને સહયોગને મજબૂત કરવાનો છે. આ યુદ્ધાભ્યાસમાં ભારતીય એરફોર્સે જગુઆર ફાઈટર જેટ, સુખોઈ-30 એમ-કે-આઈ, ફાલ્કન વિમાન, નેત્રા એરક્રાફ્ટ અને આઈએલ-78 મિડ સાથે ભાગ લીધો હતો.

જહાજ

આ સાથે ભારતીય યુદ્ધવાહક જહાજ આઈએનએસ કોચ્ચિ અને તેગની સાથે પી-8આઈ સબમરીન ડેસ્ટ્રોયર વિમાન અને મિગ-29 વિમાન પણ યુદ્ધાભ્યાસમાં જોડાયા હતા. અમેરિકન નૌસેના તરફથી રોનાલ્ડ રીગન કેરિયર સ્ટ્રાઈક ગ્રૂપ યુદ્ધાભ્યાસમાં જોડાયું હતું. ગત અમુક વર્ષથી અમેરિકન નૌસેનાનું કેરિઅર સ્ટ્રાઈક ગ્રૂપ જ્યારે પણ હિંદ મહાસાગરથી પસાર થાય છે ત્યારે ભારતીય નૌસેના સેના સાથે અભ્યાસ જરૂર કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ડ્રેગનનું નવું કારસ્તાન/ ચીનના કારણે જોખમમાં મુકાઇ હજારો ભારતીય નાવિકોની નોકરી, કરી રહ્યું છે આવી ગંદી હરકત

Bansari

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!