GSTV
Home » News » આ દેશોમાં પ્રવાસ છે સસ્તો , રૂપિયાની કિંમત ડોલર સમાન…

આ દેશોમાં પ્રવાસ છે સસ્તો , રૂપિયાની કિંમત ડોલર સમાન…

ભારતમાં હંમેશા હરવા-ફરવાના નામ પર પૈસાની મુશ્કેલી હવે સામાન્ય વાત છે. અહીં જણાવેલ દુનિયાના એવા દેશ, જે દરેક ભારતીય માટે સસ્તા છે. અહીં ભારતીય કરન્સીની કિંમત વધી જાય છે. આ દેશોને બે વર્ષ પહેલા ઈન્ટરનેશનલ યાત્રાઓ સાથે સંબંધિત સર્ચ એન્જિન સ્કાય સ્કેનરે તમારા બજેટમાં આવી શકતા દેશોનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ લિસ્ટ દુનિયાભરના પાંચ કરોડથી વધારે યૂઝર્સના સર્ચ અને વિવરણ અને પૈસાની કિંમતથી સંબંધિત આંકડાઓના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.

આ દેશોમાં પ્રવાસ દરેક ભારતીય માટે લાભદાયક બને છે તેમજ આ દેશો કુદરતી સૌંદર્ય માટે પણ ખૂબ જ વિખ્યાત છે. અહીં ઠેરઠેર પ્રકૃતિ ની કલા જોવા મળે છે. પ્રાકૃતિક સૌંદર્ય ના સ્વર્ગ સમાન આ દેશોમાં પ્રવાસ મન તો ઠારે જ છે સાથે સાથે તમારા ખિસ્સા ને પણ પરવડશે તેવો છે. પ્રવાસીઓ માટે આ દેશ ઘણા સસ્તા તેમજ સુંદર વિકલ્પ સાબિત થઇ શકશે.

ઈન્ડોનેશિયા:

બાલી, ઈન્ડિયન ટૂરિસ્ટની પહેલી પસંદગી છે. સ્કાઈ સ્કૈનરના ડેટામાં વર્લ્ડના સૌથી મોટા આઈલેન્ડની યાત્રા માટે મે મહિનામાં બુકિંગ કરાવવું સસ્તુ પડશે.

કોરલ રીફ અને ક્લીન બ્લૂ વોટર માટે લોકપ્રિય આ દેશ સી બીચની સફર કરનારા લોકોને ખુબ પસંદ આવે છે. આ સ્થળ પ્રકૃતિ ના ખોળા માં આવેલું છે તેમ કહી શકાય. બાલી જેવા ટાપુઓ પર આજ કાલ ભારતીયોની ભીડ ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

કોસ્ટારિકા:

વર્ષ ૨૦૧૬ ના દુનિયાના ટોપ ખુશહાલ દેશોમાં રહેલા કોસ્ટારિકા ભારતીય યાત્રીઓની યાત્રાને સાચે જ સુખદ બનાવે છે. અહીં રૂપિયાનું એક્સચેન્જ રેટ ઘણો  સારો છે. આ ખુબસુરત દેશની યાત્રાનું બુકિંગ જો નવેમ્બરમાં કરાવો છો તો ઘણું સસ્તુ રહેશે.

ટૂરિસ્ટ ગાડી દ્વારા માત્ર ત્રણ કલાકમાં સમુદ્ર  કિનારાની યાત્રા કરી શકો છો. અહીં તમે સ્નોર્કલિંગ, સર્ફિંગ, જેટ સ્કીઈંગ, રાફ્ટિંગ જેવા એડવેન્ચર સ્પોર્ટ્સનો પણ આનંદ લઈ શકો છો. સુંદર પ્રાકૃતિક દ્રશ્યથી ભરપૂર આ દેશમાં ટૂરિસ્ટને રંગ-બેરંગી પોપટ જોવા સરળતાથી મળી જશે.

ઝિમ્બાબ્વે 

કુદરતી સૌંદર્યથી નજીક રહેવાના અને એનિમલ લવર્સ માટે આ દેશ સૌથી શ્રેષ્ઠ છે. પ્રાણી જગત નિહાળવા માટેનું ખૂબ જ સુંદર સ્થળ એટલે ઝિમ્બાબ્વે. વાઈલ્ડ લાઈફને તમે સફારી દ્વારા સારી રીતે જોઈ શકો છો. ફરવા માટે આ દેશ પણ ભારતીય રૂપિયાની કિંમતના હિસાબે તમારા બજેટમાં છે.

ચીપ ફ્લાઈટ માટે ફેબ્રુઆરીમાં તમારી ટ્રીપ બુક કરાવો. તમે અહીં ફેમસ વિક્ટોરિયા ફોલ્સ પણ જોઈ શકો છો. મોટોપોસ નેશનલ પાર્ક, મુટારે ટાઉન, ચિનોહઈની ગુફાઓ વગેરે ટૂરિસ્ટ સ્પોર્ટની સફર કરી શકો છો.

શ્રીલંકા 

ઈન્ડિયન સબકોન્ટિનેન્ટમાં સ્થિત શ્રીલંકા ટૂરિસ્ટ માટે શાનદાર ડેસ્ટિનેશન છે. અહીં ફરવાનું દરેક ભારતીયના બજેટમાં હોય છે, જેથી અહીં મોટી સંખ્યામાં ભારતીય લોકો આવે છે. ખાસ વાત એ છે કે, ખુબ સસ્તુ હોવાના કારણે ક્યારે પણ આ દેશમાં જવાનું વિચારી શકાય છે, પરંતુ મે અને જૂનમાં જવાનું વધારે સસ્તુ બની રહેશે.

અહીં કુદરતી સૌંદર્ય ની સાથે સાથે પ્રાચીન મંદિર તેમજ તેનું ખૂબ મહત્વ પણ જોડાયેલું હોવાથી ભારતીય માટે આ સ્થાન ઘણું વધારે મહત્વ ધરાવે છે. અહીં ભગવાન રામ અને રાવણ નું યુદ્ધ થયું હોવાની માન્યતા છે.

 

Related posts

આ છે દુનિયાની સૌથી મોંઘી વાઈન,એક બોટલની કિંમત એટલી જેટલામાં ખરીદી શકાય ઑડી કાર

Mansi Patel

શિયાળામાં કંઈ લઝીઝદાર ખાવાની ઈચ્છા થઈ છે, તો હવે ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવુ ‘પનીર લબાબદાર’

Ankita Trada

હવે આ સેફ્ટી ફીચર્સ વગર રસ્તા ઉપર નહી ઉતારી શકાય કાર, ગાડીની ખરીદી કરતી વખતે તમે પણ રાખો આ ધ્યાન!

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!