GSTV
Home » News » હવામાન વિભાગનું અલર્ટ : આ 12 રાજ્યોમાં ફરી વખત તોફાન-વાવાઝોડાંનો ખતરો

હવામાન વિભાગનું અલર્ટ : આ 12 રાજ્યોમાં ફરી વખત તોફાન-વાવાઝોડાંનો ખતરો

છેલ્લાં કેટલાક દિવસોથી હવામાનમાં આવી રહેલા પલટાથી ઉત્તર ભારતના હવામાનમાં તોફાન આવી રહ્યું છે. ઉત્તર ભારતમાં ધસમસતા તોફાન વચ્ચે હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે અને ભારતના 12 રાજ્યોમાં ફરી વખત તોફાન-વાવાઝોડાંનો ખતરો તોળાશે તેવી આગાહી કરી છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 5 દિવસમાં ફરી એક વખત હવામાનમાં ફેરફાર થવાનો છે. હવામાન વિભાગ મુજબ, બિહાર, ઝારખંડ, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમની સાથે-સાથે દરીયાઈ અને ઉત્તર કર્ણાટક, તામિલનાડુ, પુંડ્ડુચેરી અને કેરળમાં તોફાન આવી શકે છે. આ દરમ્યાન હવાની ગતિ પ્રતિ કલાક 50 થી 70 કિમી થઇ શકે છે. આ સિવાય હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરમાં 70 કિમી પ્રતિ કલાકની પ્રચંડ ગતિથી હવા પંજાબ, રાજસ્થાન અને હરીયાણામાં પણ 100 કિમીની ઝડપથી વાવાઝોડું આવવાની અને વરસાદ વરસવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

CRICKET.GSTV.IN

અહીં જણાવવાનું કે આ અગાઉ બુધવારે દિલ્હી સહિત હરીયાણામાં ભારે વરસાદ વરસ્યો. બુધવારે મોડી રાત્રે તોફાનથી ઉત્તર પ્રદેશના જસવંતનગર તહસીલમાં એક મહિલા સહિત 4 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તો આ અગાઉ બુધવારે રાત્રે ઉત્તર ભારતમાં ભૂકંપના હળવા ઝાટકા મહેસૂસ કર્યા હતાં. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તજાકિસ્તાનની સરહદ નજીક હતું.

Related posts

‘હાર કે જીતને વાલો કો બાજીગર કહેતે હૈ’ ભાજપનાં છેલ્લી ઘડીએ પારોઠનાં પગલાંમાં આ છે સમીકરણો

Mayur

બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા મુદ્દે સરકારે કરી મોટી જાહેરાત, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર

Bansari

‘વિવાદિત જમીન પર શિયા મસ્જિદ હતી’ સુપ્રીમમાં અયોધ્યા મામલે શિયા વક્ફ બોર્ડ દ્વારા દલીલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!