GSTV
Life Relationship Trending

છોકરા કરતાં છોકરીઓ જલદીથી સંબંધ બનાવવાની શરૂઆત કરી દે છે, ભારતીય મહિલાઓની શારીરિક સંબંધ બનાવવાની ઉંમર બાબતે થયો ચોંકાવનારો ખુલાસો

ભારતમાં લોકો શારીરિક સંબંધ બનાવવા મુદ્દે ખુલ્લીને વાત કરવાનું ટાળતા હોય છે. જોકે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના લેટેસ્ટ ડેટામાં બેડરૂમના સંબંધને લઈને ઘણી મહત્વની માહિતી સામે આવી છે. આ સર્વે અંતર્ગત લોકોને અનેક પ્રકારના સવાલો કરવામાં આવ્યા હતા. દાખલા તરીકે, શું લોકો હજુ પણ માને છે કે લગ્નની બહાર અન્ય સાથે સંબંધ બાંધવા ખોટું છે? તેઓ કઈ ઉંમરે લૈંગિક રીતે સક્રિય બન્યા? આ સર્વે દર્શાવે છે કે શારીરિક રિલેશન સંબંધિત દરેક એક પ્રશ્ન પર ભારતીય પુરૂષો અને મહિલાઓના અલગ-અલગ મંતવ્યો બહાર આવ્યા છે.

ઉંમર અને લિંગ વચ્ચેનો સંબંધ

ડેટા અનુસાર, ભારતીય પુરૂષોની તુલનામાં મહિલાઓ જલ્દી સેક્સ્યુઅલી એક્ટિવ થઈ જાય છે. 15 વર્ષની ઉંમરના છોકરાઓની તુલનામાં છોકરીઓમાં સેક્ – સ નો અનુભવ લેવાની સંભાવના વધારે હોય છે. સર્વેમાં 25 થી 49 વર્ષની મહિલાઓને પૂછવામાં આવ્યું હતું કે તેઓએ પહેલીવાર શારીરિક સંબંધ ક્યારે બનાવ્યો હતો. 10.3% મહિલાઓએ સ્વીકાર્યું કે તેઓ 15 વર્ષની ઉંમર સુધીમાં એકવાર સંબંધ બાંધી ચૂકી હતી. જ્યારે પુરુષોને પૂછતાં આ ઉંમરે સેક્ કરનારા પુરુષોનો આંકડો 0.8% હતો. ભારતમાં સહમતિથી સંબંધની ઉંમર 18 વર્ષ છે, પરંતુ આ સર્વેમાં 6% ઓછી ઉંમરની છોકરીઓએ કહ્યું કે તેઓ પહેલાથી જ શારીરિક સંબંધ બાંધી ચૂક્યા છે. તે જ સમયે, 18 વર્ષથી ઓછી ઉંમરના 4.3% છોકરાઓએ સ્વીકાર્યું કે તેઓ સે – – ક્સ કરે છે.

મહિલાઓ શા માટે જલ્દી સેક્સ્યુઅલી એક્ટિવ બને છે

મહિલાઓમાં સેક્સ્યુઅલી એક્ટિવ હોવું ઘણી બાબતો પર આધાર રાખે છે. આનું એક કારણ એ પણ છે કે ભારતીય સમાજમાં પુરુષોનું વર્ચસ્વ છે અને શારીરિક સંબંધ બનાવવા બાબતે તેમની ઈચ્છા વધુ ચાલે છે. ઘણી છોકરીઓ જાતીય સતામણીનો ભોગ પણ બને છે. 3% થી વધુ મહિલાઓનું કહેવું છે કે તેઓ 22 વર્ષની ઉંમરે પહોંચી ત્યાં સુધીમાં તેમના પર બળાત્કાર થયો છે.

સર્વે અનુસાર, મહિલાઓ પહેલી વખત સંબંધના ગલગલિયાનો અનુભવ તેમના શાળાકીય અભ્યાસની સાથે-સાથે તેમના સામાજિક તબક્કા ઉપર પણ નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે, અશિક્ષિત છોકરીઓમાં પ્રથમ જાતીય સંભોગ વખતે સરેરાશ ઉંમર 17.5 હતી, જ્યારે શાળામાં 12 વર્ષ કે તેથી વધુ સમય ગાળતી સ્ત્રીઓની સરેરાશ ઉંમર 22.8 હતી. તે જ સમયે, ગરીબ ઘરની છોકરીઓમાં પ્રથમ સે ક્સ અનુભવની સરેરાશ ઉંમર 17.8 વર્ષ અને અમીરોમાં આ ઉંમર 21.2 વર્ષ હતી. જ્યારે છોકરાઓ માટે પ્રથમ ડિસ્ચાર્જના અનુભવની સરેરાશ ઉંમર 22 થી 25 વર્ષની અંદર રહે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

માતા-પિતા પર ત્રાસ ગુજારનાર સંતાનો થશે ઘર અને સંપત્તિમાંથી બહાર, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

Bansari Gohel

સાવચેત/ વધુ કે ઓછુ, દરેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દારૂ- સંશોધનમાં થયો ખુલાસો

Hemal Vegda

Stress Release Tips/ ટેન્શન અને ડિપ્રેશનથી વધી રહી છે મુશ્કેલીઓ, તો અપનાવો આ ઉપાયો તરત જ અનુભવશો રાહત!

Binas Saiyed
GSTV