GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

સરકારને ઝુકવુ જ પડશે! હડતાળ પર અમદાવાદ સિવિલ હોસ્ટિપલના જુનિયર તબીબ, હવે આ બે સંસ્થાઓએ આપ્યું સમર્થન

તબીબ

બોન્ડ મુદ્દે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો છેલ્લા કેટલાક દિવસોથી હડતાળ પર ઉતર્યા છે. તેમના સમર્થનમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને ગુજરાત મેડિકલ ટિચર્સ એસોસિએશન આવ્યું છે. જૂનિયર ડોક્ટરોની માગનો ઉકેલ લાવવા જણાવ્યું છે. ભવિષ્યમાં પણ તેમને સમર્થન મળતું રહેશે તેમ એસોસિએશને જણાવ્યું છે.

તબીબ

ગુજરાત મેડિકલ ટિચર્સ એસોસિએશન પત્ર લખી પોતાનું સમર્થન જાહેર કર્યું છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાકાળ દરમિયાન રેસિડેન્ટ ડોક્ટરો પ્રથમ હરોળમાં ઉભા હતા. પોતાના જીવની ચિંતા કર્યા વગર જુનિયર ડોક્ટરોએ દર્દીઓની સેવા કરી હતી. પોતાના સ્વભિમાન માટે અમે અમારુ સમર્થન જુનિયર તબીબોને આપીએ છીએ. સાથે જ ટૂંક સમયમાં જ આ સમસ્યાનો ઉકેલ લાવવા વિનંતી કરી છે.

જુનિયર ડોક્ટરોના સમર્થનમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન પણ આવ્યું છે. તેમણે પણ પોતાનું સમર્થન આપ્યું છે અને મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાકાળ દરમિયાન ડોક્ટરો દ્વારા પોતાના જીવના જોખમે દર્દીઓની ઉત્તમ સારવાર કરી હતી. જેની પ્રશંસા વડાપ્રધાન મોદીએ પણ કરી હતી. વધુમાં જણાવવામાં આવ્યું છે કે જુનિયર ડોક્ટર એસોસિએશન પોતાના હક માટે સરકાર સમક્ષ ઘણી વાર રજૂઆતો કરી હોવા છતા તેનો ઉકેલ આવ્યો નથી, તેથી 8-10 દિવસથી હડતાળ પર જવાની ફરજ પડી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને જુનિયર તબીબોની હડતાળને સમર્થન આપ્યું છે અને યોગ્ય માંગણીઓ ઝડપથી સ્વીકારવા સરકારને વિનંતી કરી છે.

તબીબ

શું છે માગ

ઉલ્લેખનીય છે કે છેલ્લા 8-10થી જુનિયર તબીબો પોતાની માંગોને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલના જૂનિયર તબીબો હડતાળ પર ઉતર્યા છે. તેઓની ઉગ્ર માંગ છે કે કોરોનામાં 17 મહિના કામગીરી કરી છે ત્યારે તેને ધ્યાને લઈને ડિપ્લોમાના વિદ્યાર્થીઓની જેમ અને ડિગ્રીની 2018ની બેચની જેમ 1:1 મુજબ સિનિયર રેસિડેન્સી બોન્ડેડ સેવા તરીકે ગણવામા આવે. વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે અગાઉ આરોગ્યમંત્રીએ પણ પત્ર લખી આ મુદ્દે ઘટતુ કરવા જણાવ્યુ હતુ અને આરોગ્યમંત્રી પણ તૈયાર પરંતુ હવે તેઓ જ વિદ્યાર્થીઓની માંગ માનવા તૈયાર નથી અને જુનિયર ડોક્ટરો સામે પગલા લેવા ચીમકી આપે છે. જે જુનિયર ડોક્ટરો સાથે મોટો અન્યાય છે.

તમામ સીનિયર પીજી રેસિડેન્ટ ગામડાઓમાં પણ જવા તૈયાર છે અને છ મહિના ગામોમા અને છ મહિના હોસ્પિટલોમાં સેવા આપવા તૈયાર છીએ પરંતુ સરકાર સિનિયર રેસિડેન્સશિપને બોન્ડેડ સેવા તરીકે ગણે. હાલ જુનિયર ડોક્ટરો કોવિડ અને ઈમર્જન્સી સેવાથી પણ અળગા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

જય જગન્નાથ / ઈસ્કોન મંદિરમાં 13મી રથયાત્રાનું આયોજન, પૂરજોશમાં ચાલી રહી છે તૈયારી

Zainul Ansari

કહી ખુશી કહી ગમ / મહારાષ્ટ્રમાં ઠાકરેના રાજીનામાં બાદ ભાજપમાં ખુશીનો માહોલ, ફડણવીસને મોં મીઠું કરાવ્યું

Hardik Hingu

મહારાષ્ટ્ર સંકટ / ઉદ્ધવના રાજીનામા પછી દેવેન્દ્ર ફડણવીસનું થશે રાજતિલક, શિંદેની પણ ચમકશે કિસ્મત

Zainul Ansari
GSTV