GSTV

આ હૉટ મોડેલને ગિફ્ટની લાલચ આપી ભારતીયએ કરી એવી હરકત, આવ્યો લાફો ખાવાનો વારો

ક્યૂબાની ફેમસ મૉડેલ અને બ્રાઝીલના ધાંસૂ ફૂટબોલર નેમારની ગર્લફ્રેન્ડ નતાલિયા બારુલિચને કોઇ ઓળખની જરૂર નથી. નતાલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં જન્મેલી નતાલિયા ઇન્સ્ટાગ્રામ પર ઘણી એવી પોસ્ટ કરતી હોય છે જે લોકોને ખૂબ જ પસંદ આવતી હોય છે. તેવામાં તેની લેટેસ્ટ પોસ્ટ કંઇક એવી હતી કે તેનો આ વીડિયો જોતજોતામાં વાયરલ થઇ ગયો. ઇન્સ્ટાગ્રામ સ્ટાર જસ્ટ સુલે (શાંતિલાલ સુલ) તેની સાથે મજાક કરી જે તેને ભારે પડી ગઇ.

મોડેલ સાથે કરી આવી મજાક

વેલેન્ટાઇન્સ ડે પર જસ્ટ સુલે નતાલિયાને એક સરપ્રાઇઝ આપી. બ્રેન્ડ ન્યૂ કાર જોઇને નતાલિયા ઘણી ઉત્સાહિત થઇ ગઇ. જે બાદ સુલ તેને કારની પાછળની તરફ લઇ ગયો અને સાઇકલ ગિફ્ટ કરી. જેને જોઇને નતાલિયા ગુસ્સે ભરાઇ અને તેને લાફો ઝીંકી દીધો. સોશિયલ મીડિયા પર આ પ્રેન્ક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

ફેમસ ફુટબોલરની ગર્લફ્રેન્ડ છે નતાલિયા

જાણવા મળી રહ્યું છે કે નેમાર ક્યૂબાની ફેમસ મોડેલ નતાલિયા બારુચિલને ડેટ કરી રહ્યો છે. બંને ઘણા સમયથી સારા મિત્રો હતા પરંતુ હવે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે. નતાલિયા બારુચિલ મોડેલ હોવાની સાથે સાથે ગાયિકા અને ડીજે પણ છે.

નતાલિયા પહેલાં કોલંબિયાના સિંગર માલોમાને ડેટ કરી ચુકી છે. તેની સાથે બ્રેકઅપ થયા બાદ તે નેમારને ડેટ કરવા લાગી. નેમારના બર્થ ડે પર નતાલિયાએ બર્થ ડે વિશ કર્યુ હતુ, સાથે જ તેણે કિસ અને હાર્ટ ઇમોજી પણ શેર કરી હતી, પરંતુ ઘણીવાર તેઓ એકબીજાની સાથે સ્પોટ થયા છે.

Read Also

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!