GSTV
Home » News » અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોના ભારત પ્રવાસનો ડાબેરીઓ દ્વારા વિરોધ

અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોના ભારત પ્રવાસનો ડાબેરીઓ દ્વારા વિરોધ

અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો ભારતની મુલાકાતે આવી રહ્યા છે. જેથી પોમ્પિયાના ભારત પ્રવાસનો વિરોધ ડાબેરીઓ દ્વારા કરવામાં આવ્યો. ડાબેરી નેતાઓએ દિલ્હીમાં રેલી કાઢી અમેરિકા ગો બેકના નારા લગાવ્યા. ડાબેરી નેતાઓનો આરોપ છે કે, મોદી સરકાર અમેરિકા સામે નરમ પડી છે. જેથી લેફ્ટ પાર્ટી સરકારની વિદેશ નીતિનો વિરોધ કરી રહી છે.

મહત્વપૂર્ણ છે કે, માઈક પોમ્પિયો ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમ્યાન ભારત અને અમેરિકા વચ્ચે મહત્વની વ્યાપાર નીતિ અંગે ચર્ચા થવાની છે.

માઈક પોમ્પિયો આજથી ત્રણ દિવસના ભારત પ્રવાસે છે

અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો આજથી ત્રણ દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમ્યાન તેઓ ટ્રેડ ટેરિફ અને આતંકવાદ મુદ્દે ભારત સરકાર સાથે ચર્ચા કરશે.

પોમ્પિયોની આ મુલાકાત એટલા માટે મહત્વની છે કેમ કે, એક સપ્તાહ બાદ જાપાનમાં જી-20ની બેઠક મળી રહી છે.  મહત્વપૂર્ણ છે કે, ભારતે અમેરિકાની 28 વસ્તુ પર ટેક્સ લાગુ કર્યો છે. જે બાદ અમેરિકાએ પણ ભારત વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. ત્યારે  ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર નીતિમાં આવેલા મોટા ફેરફાર વચ્ચે પોમ્પિયોની મુલાકાત બન્ને દેશ માટે મહત્વની માનવામાં આવી રહી છે.

Read Also

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!