GSTV

ખુશખબર/ કોરોના કાળમાં આ વર્ષે 96 હજાર લોકોને નોકરી આપશે દેશની ટૉપ-5 IT કંપનીઓ

IT

Last Updated on June 18, 2021 by Bansari

IT કંપનીઓની ટૉપ બૉડી નાસકૉમ (Nasscom)એ કહ્યું કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટર કુશળ પ્રતિભામાં સૌથી વધુ નિયુક્તિઓ કરનારુ સેક્ટર બની ગયું છે. IT સેક્ટરની ટૉપ-5 કંપનીઓની વર્તમાન નાણાકીય વર્ષમાં 96 હજારથી વધુ કર્મચારીઓને નોકરી આપવાની યોજના છે. નાસકૉમની તરફથી આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે બેંક ઑફ અમેરિકાએ પોતાના રિપોર્ટમાં ઑટોમેશન વધવાથી સોફ્ટવેર કંપનીઓ દ્વારા 2022 સુધી 30 લાખ કર્મચારીઓની છટણીનો અંદાજ લગાવ્યો છે. વિશેષરૂપે ટેક્નીકલ સેક્ટરમાં.

નાસકૉમે એક નિવેદનમાં જણાવ્યું કે, ટેક્નોલોજીના વિકાસ અને ઑટોમેશનમાં વધારાની સાથે જ પરંપરાગત IT નોકરીઓ અને ભૂમિકાઓની પ્રકૃતિ સમગ્ર રૂપે વિકસિત ધથશે જેથી નવી નોકરીઓનું સર્જન થશે. IT ક્ષેત્રે કુશળ પ્રતિભા ક્ષેત્રમાં મહત્તમ સંખ્યામાં નિયુક્તિ કરી છે અને નાણાકીય વર્ષ 2021 માં 1,38,000 લોકોને નોકરી આપી છે. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે IT કંપનીઓ માટે નાણાકીય વર્ષ 2021-22માં, 96 હજારથી વધુની ભરતી માટે એક મજબૂત યોજના તૈયાર કરવામાં આવી છે.

IT

2022 સુધીમાં 30 લાખ કર્મચારીઓની છટણી

ઘરેલું સોફ્ટવેર કંપનીઓ 1.6 કરોડ લોકોને રોજગારી આપીને 2022 સુધીમાં 30 લાખ કર્મચારીઓને છૂટા કરશે. તેનાથી આ કંપનીઓને  100 અબજ ડોલરની બચત કરશે, જેમાંના મોટા ભાગના તેઓ વાર્ષિક પગારમાં ખર્ચ કરશે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. IT ક્ષેત્રે લગભગ 16 મિલિયન લોકોને રોજગારી મળે છે, જેમાંથી 90 લાખ લોકો ઓછી કુશળતા સેવાઓ અને બીપીઓ સેવાઓ માટે કાર્યરત છે.

આ 90 લાખ લોકોમાંથી 30 ટકા અથવા લગભગ 30 લાખ લોકો તેમની નોકરી ગુમાવશે, તેનું મુખ્ય કારણ રોબોટિક પ્રોસેસ ઓટોમેશન અથવા RPA છે. એકલા RPA લગભગ 7 લાખ કર્મચારીઓની જગ્યા લેશે અને બાકીના અન્ય ટેકનોલોજીકલ અપગ્રેડેશન અને સ્થાનિક આઈટી કંપનીઓના કૌશલ્ય વૃદ્ધિને કારણે હશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે RPAની અમેરિકામાં ખરાબ અસર પડશે અને લગભગ 10 લાખ નોકરીએ ગુમાવશે.

IT

RPA એટલે શું?

RPA એક રોબોટ નથી પરંતુ સોફ્ટવેરની એપ્લિકેશન છે જે નિયમિત અને સખત મહેનત વાળા કામ કરે છે. આ કર્મચારીઓને વધુ વિવિધ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. તે એક સરળ સોફ્ટવેર એપ્લિકેશનની જેમ નથી, કેમ કે તે કર્મચારીઓના કાર્યની રીતનું અનુકરણ કરે છે. તે સમય બચાવે છે, ખર્ચ ઘટાડે છે.

Read Also

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari

આકાશી આફત / ભારે વરસાદ મહારાષ્ટ્રમાં આફત બની, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 112 લોકોના મોત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!