GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ભારતમાં 6 કરોડ હશે Corona ના કેસ : ઓક્ટોબરમાં પિક પર જશે કોરોના, આવ્યું નવું સંશોધન

કોરોના

લોકડાઉનમાં અપાયેલી છુટછાટો બાદ ભારતમાં હવે Corona નું સંક્રમણ વધી રહ્યુ છે. આ પ્રકારના સંજોગોમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુંટ ઓફ સાયન્સે કરેલું અનુમાન ચોંકાવનારું છે. આ અનુમાન પ્રમાણે માર્ચ 2021 સુધીમાં ભારતમાં કોરોનાથી ઓછામાં ઓછા 37 લાખ અને વધારેમાં વધારે 6 કરોડ લોકો સંક્રમિત થઈ ચુક્યા હશે. આ અનુમાન એક મેથેમેટિકલ મોડેલનો ઉપયોગ કરીને લગાવાયુ છે. જે દેશમાં આ વર્ષે માર્ચથી જુન મહિના સુધીમાં સામે આવેલા કેસના આંકડા પર આધારિત છે.

ભારતમાં Corona ક્યારે પકડી ગતિ?

આ મોડેલના તારણ પ્રમાણે સંશોધકોનુ કહેવું છે કે, Coronaના કેસની સંખ્યા પ્રમાણે અનુમાનમાં ફેરફાર પણ થઈ શકે છે. સૌથી ખરાબ સ્થિતિ જોઈએ તો માર્ચ મહિના સુધી ભારતમાં કોરોનાના કેસ પીક પર નહી પહોંચે અને સૌથી સારી સ્થિતિ કદાચ એ હોઈ શકે કે ભારતમાં સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં કોરોના પીક પર પહોંચી શકે છે.

Corona

2021 સુધી Coronaનો કહેર ચાલુ રહે તેવી શક્યતા

આમ મોડેલ પ્રમાણે 2021માં પણ Coronaનો કહેર ચાલુ રહે તેવી શક્યતા છે. આ સ્ટડીમાં કહેવાયું છે કે, કેસ ઓછા કરવા માટે દરેક વીકમાં એક કે બે દિવસ લોકડાઉન લાગુ કરવુ જરુરી છે. વેકસીનના અભાવે કોન્ટેક્ટ ટ્રેસિંગ, ક્વોરેન્ટાઈન અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જ કોરોનાને કાબૂમાં રાખવા માટે અસરકાર ઉપાય છે.

હાલ દેશમાં 3 લાખથી વધુ એક્ટિવ કેસ

દેશમાં હાલના સમયે 3.31 લાખ કોરોનાના એક્ટિવ કેસ છે.  વિશ્વમાં ભારત એક્ટિવ કેસ મામલે ચોથા નંબરે છે. જેની હાલમાં સારવાર ચાલી રહી છે. દેશમાં સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 1,11,801 લોકો કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે તામિલનાડુમાં પણ 47343 જેટલા એક્ટિવ કેસ છે.

કોરોના કેસમાં રાજ્યોની સ્થિતિ

ત્રીજા નંબરે કર્ણાટકમાં 27849 જેટલા એક્ટિવ કેસ છે. દિલ્હીમાં 18 હજાર જેટલા એક્ટિવ કેસ છે. આંધ્રપ્રદેશમાં 16621 એક્ટિવ કેસ છે. ઉત્તર પ્રદેશમાં પણ એક્ટિવ કેસની સંખ્યા 14628 થઈ ચૂકી છે. તેલંગાણામાં પણ 13 હજાર જેટલા એક્ટિવ કેસ છે. પશ્ચિમ બંગાળમાં પણ કોરોના સંક્રમણના 12747 જેટલા કેસ એક્ટિવ છે. દેશમાં એક્ટિવ કેસ મામલે ગુજરાત 9 મા સ્થાને છે. ગુજરાત કરતાં 8 જેટલા રાજ્યોમાં એક્ટિવ કેસ વધુ છે. દેશમાં કોરોના સંક્રમણના કેસ મામલે દેશમાં 5 મા સ્થાને ગુજરાત છે.

કોરોના સંક્રમણમાં ભારત ત્રીજા સ્થાને

કોરોના ચેપની સંખ્યાના સંદર્ભમાં ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. ભારતમાં અમેરિકા અને બ્રાઝિલ પછી કોરોના સંક્રમણને લીધે  સૌથી વધુ અસરગ્રસ્ત છે. પરંતુ જો પ્રતિ 10 લાખની વસતી આધારે કોરોના સંક્રમણ અને તેનાથી થતા મોત વિશે જોઈએ તો ભારતમાં અન્ય દેશો કરતા વધુ સારી સ્થિતિમાં છે. ભારત કરતા વધુ કેસોમાં અમેરિકા (36,15,991), બ્રાઝિલ (19,70,909) માં છે. દેશમાં કોરોના કેસનો વિકાસ દર પણ વિશ્વમાં ત્રીજા નંબરે છે.

MUST READ:

Related posts

નિઝામુદ્દીન મરકઝમાં આવેલા 34 વિદેશી જમાતીઓ દેશ છોડવા તૈયાર નથી, સરકારે કર્યો છે આટલો દંડ

Mansi Patel

વડાપ્રધાનને સલામ: દુનિયાનો એક એવો દેશ જ્યાં કોરોનાને છે નો એન્ટ્રી, 100 દિવસમાં એક પણ કેસ આવ્યો નથી

Pravin Makwana

Seventh Pay Commission : આ રાજ્યના કર્મચારીઓ માટે આવી મોટી ખબર, સરકાર પગારમાં નહીં કરે કાપ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!