GSTV
Home » News » હવે રેસ્ટોરન્ટમાં ખાવાનું પડશે મોંઘુ : ભાવ વધવાનું આ છે કારણ, લેવાઇ ગયો છે નિર્ણય

હવે રેસ્ટોરન્ટમાં ખાવાનું પડશે મોંઘુ : ભાવ વધવાનું આ છે કારણ, લેવાઇ ગયો છે નિર્ણય

ઇન્ડિયન હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશને જણાવ્યું છે કે, જો બહુ જલદી શુંગળીના ભાવો પર નિયંત્રણ નહીં આવે તો, તેઓ બધા જ પ્રકારના ભોજનના ભાવમાં વધારો કરશે, જેમાં ડુંગળીનો ઉપયોગ થાય છે. મુંબઈમાં એસોશિએશને કહ્યું, જો ડુંગળીની કિંમતો 60 રૂપિયા પ્રતિ કિલો નહીં થાય તો તેમને મજબૂરીવશા વાનગીઓના ભાવમાં વધારો કરવો પડશે.

મુંબઈમાં ડુંગળીની કિંમત 170 રૂપિયા કિલો સુધીની
દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાતા મુંબઈમાં ડુંગળીની કિંમત 160 થી 170 રૂપિયા કિલો સુધીની પહોંચી ગઈ હતી. જોકે હવે બજારમાં સ્થાનિક ડુંગળીની આવક શરૂ થતાં આ કિંમતોમાં 30 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. એસોશિએશનના અધ્યક્ષ સંતોષ સેટ્ટીએ જણાવ્યું કે, ડુંગળીના ભાવમાં ઘટાડો ચાલું છે અને મુંબઈમાં 30 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે, અત્યારે અને જુઓ અને રાહ જુઓની નીતિનો અમલ કરી રહ્યા છીએ. હજી 10 દિવસ સુધી રાહ જોશું. જો ડુંગળીના ભાવોમાં ફ઼્ઘટાડો નહીં થાય તો, અમારે જે ડિશોમાં ડુંગળીનો ઉપયોગ થાય છે, તેનો ભાવ વધારવાનો નિર્ણય લેવો પડશે.

બે મહિનામાં પાંચ ઘણા વધી ગયા ડુંગળીના ભાવ
ઈન્ડિયન હોટેલ એન્ડ રેસ્ટોરેસ્ટ એસોશિએશન સાથે મુંબઈની 8000 કરતાં વધારે નાની-મોટો રેસ્ટોરેન્ટ જોડાયેલી છે. શેટ્ટીએ જણાવ્યું કે, છેલ્લા બે મહિનામાં ડુંગળીની કિંમતો બહુ ઝડપથી વધી ગઈ. 20 રૂપિયા કિલોની ડુંગળી 100 રૂપિયા કિલોએ મળવા વાગી. આમ બે મહિનામાં 5 ગણી થઈ ગઈ કિંમતો. ઘણી હોટેલ-રેસ્ટોરેન્ટે તો ડુંગળીમાંથી બનતી વાનગીઓ જ બંધ કરી દીધી. હવે બિઝનેસ ચાલું રાખવા માટે ડિશના ભાવ વધારવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.

Related posts

અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થયેલી તેજસ ટ્રેનનું આટલું છે ભાડું અને આવી મળશે સુવિધા

Nilesh Jethva

20 જાન્યુઆરીએ PM મોદી કરશે ‘પરીક્ષા પર ચર્ચા’, જાણો કેટલાં વાગે શરૂ થશે કાર્યક્રમ

Mansi Patel

અમદાવાદીઓ આનંદો : આગામી સમયમાં મેટ્રોની સ્પિડ સાથે સ્ટેશનો પણ વધારવામાં આવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!