GSTV

WhatsApp privacy policy : Whatsapp પ્રાઇવસી મામલે સરકાર આવી હરકતમાં, શરૂ કરી તપાસ

WhatsApp

WhatsAppની પ્રાઇવસી પોલિસીને લઇ સતત વાત ચાલી રહી છે અને લોકો વિરોધ કરી રહ્યા છે. હવે ખબર આવી રહી છે કે સરકાર WhatsAppના આ નવા નિયમોની તપાસ કરવા જઈ રહી છે. એક રિપોર્ટ મુજબ, અધિકારીક સૂત્રોએ જણાવ્યું છે કે સરકાર આ મામલે નજર રાખી રહી છે. એની સાથે WhatsAppના નવા અપડેટમાં પ્રાઇવસીનું ઉલ્લંઘનની પણ તપાસ કરી રહી છે. જેમાં યુઝર્સે એમના કેટલાક બિઝનેસ અને ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ માંગવામાં આવ્યા છે.

WhatsAppની નવી પોલિસી પર ઉઠી રહ્યા છે સવાલ

Whatsapp

WhatsAppની નવી પોલિસી કંપનીને યુઝર્સના ડેટા, લોકેશન, ફોન નંબર, કોન્ટેક્ટ લિસ્ટ અને યુસેજ પેટર્નને ફેસબુક અને એની સાથે એપ ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જર સાથે શેર કરવાનો અધિકાર આપે છે. આ નવી પ્રાઇવસી પોલિસીના આવ્યા પછી યુઝર્સ, એડ્વોકેટ્સ અને કેટલીક સરકારી એજન્સીઓ તેમના પર સતત સવાલ ઉઠાવી રહી છે.

સરકાર WhatsApp સાથે પણ કરી શકે છે ચર્ચા

સૂત્રોએ જણાવ્યું કે સરકાર ઘણી રીતે આ મામલે ચિંતામાં છે જેમાં ડેટા સુરક્ષા કાનૂનનો અભાવ સામેલ છે. એક ડેટા કાનૂન માટે એક બિલ સંસદમાં છે, પરંતુ કાનૂન આવવામાં સમય લાગશે. WhatsAppના આ પ્રાઇવેસી મુદ્દે આઇટી મંત્રાલયમાં ઉચ્ચત્તમ સ્તરે ચર્ચા કરવામાં આવી રહી છે. અને આ મામલે કોઈ કાર્યવાહી અથવા પગલું તેના પછી ભરવામાં આવશે. એ ઉપરાંત સરકાર WhatsApp દ્વારા કરવામાં આવેલા આ ફેરફારને લઇ સવાલ જવાબ કરી શકે છે.

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!