GSTV
Home » News » નૌસેનામાં સામેલ થશે MH-60R હેલિકોપ્ટર, અમેરિકા સાથે થશે 17,500 કરોડની ડીલ

નૌસેનામાં સામેલ થશે MH-60R હેલિકોપ્ટર, અમેરિકા સાથે થશે 17,500 કરોડની ડીલ

ફરી સત્તા ઉપર આવ્યા બાદ મોદી સરકાર પહેલો રક્ષા સોદો અમેરિકા સાથે કરવાની છે. ભારત અમેરિકા પાસેથી આ વર્ષના અંત સુધીમાં 17,500 કરોડ રૂપિયાના નૌસેના હેલિકોપ્ટર ખરીદવાની ડીલ કરી શકે છે. આ વાત બે વરિષ્ઠ અધિકારીઓનાં હવાલાથી એક સમાચારપત્રને આપવામાં આવી હતી. તેનાથી નૌસેનાને આધુનિક બનાવાશે.

ભારત નૌસેનાના એન્ટી સબમરીન, એન્ટી સર્ફેસ નારફેયર અને સર્વિલાંસ ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે 24 લોકહીડ માર્ટિન સિરોસ્કી એમએચ-60 આર હેલિકોપ્ટર ખરીદશે. મલ્ટી રોલ હેલિકોપ્ટરને અમેરિકન સરકારના વિદેશ સૈન્ય વેચાણ કાર્યક્રમ હેઠળ ખરીદવામાં આવશે. જે હેઠળ સરકારથી સરકાર વેચવામાં આવશે.

નૌસેનાની મહત્વપૂર્ણ પરિચાલન આવશ્યકતાને ધ્યાનમાં રાખતાં MRHને સી કિંગ 42-42એ ની જગ્યાએ ખરીદાશે. સી કિંગ લગભગ બે દાયકા પહેલા સેવામાંથી નીકળી ગયા છે. એક અધિકારીએ જણાવ્યુ હતુકે, અમને આશા છેકે, ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં આ ડીલ થઈ જશે.

સંભાવના છેકે, ડીલ ઉપર સાઈન થયા બાદ 18 મહિનામાં ડિલીવરી શરૂ થઈ જશે. અને 2022 સુધીમાં એમએચ-60 આરએસ ભારતમાં આવી જશે. આના સિવાય નૌસેના 111 નૌસેના ઉપયોગિતા હેલિકોપ્ટર બનાવવાની યોજના ઉપર પણ વિચાર કરી રહી છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનના પૂર્વ પીએમ શાહિદ ખાકાન અબ્બાસીની ધરપકડ, લાગ્યાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ

Bansari

કેક ખવડાવીને પોલીસ ઓફિસરને બોલ્યા રવિ-કિશન, તમે ચૂંટણી જીતવામાં ખૂબ મદદ કરી

Path Shah

પાર્ટનરને લગ્ન માટે મનાવવાના આ છે સુપરહિટ રીતો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!