GSTV

કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના જન ધન ખાતાધારકોની સંખ્યા 40 કરોડને પાર, જમા થાપણોની રકમ 1.30 લાખ કરોડ પર પહોંચી

કેન્દ્રની મોદી સરકારનાં આર્થિક સમાવેશ કાર્યક્રમ, વડા પ્રધાન જન ધન યોજના (પીએમજેડીવાય) હેઠળ 40 કરોડથી વધુ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. આ યોજના છ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. નવીનતમ માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 40.05 કરોડ લોકોના જન ધન ખાતા ખોલવામાં આવ્યા છે અને આ ખાતાઓમાં જમા થયેલ રકમ 1.30 લાખ કરોડથી પણ વધી ગઈ છે.

ખાતાઓમાં જમા થયેલ રકમ 1.30 લાખ કરોડથી પણ વધી

અત્યાર સુધીમાં 40.05 કરોડ લોકોના જન ધન ખાતા ખોલવામાં આવ્યા

નાણાં મંત્રાલય અંતર્ગત નાણાકીય સેવાઓ વિભાગ (ડીએફએસ) એ એક ટ્વિટમાં જણાવ્યું છે કે, પીએમજેડીવાય હેઠળ વિશ્વનો સૌથી મોટો આર્થિક સમાવિષ્ટ પ્રોગ્રામે અન્ય એક મહત્ત્વપૂર્ણ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. આ યોજના હેઠળ ખોલવામાં આવેલા કુલ ખાતાઓની સંખ્યા 40 કરોડને વટાવી ગઈ છે. આર્થિક સમાવેશના આ કાર્યક્રમને તેના અંતિમ તબક્કામાં લઈ જવા પ્રતિબદ્ધ છે.

જમા થયેલ રકમ 1.30 લાખ કરોડથી પણ વધી ગઈ

જન ધન ખાતામાં આ સફળતા યોજનાની છઠ્ઠી વર્ષગાંઠના દિવસો પહેલા મળી છે. આ યોજના 28 ઓગસ્ટ 2014નાં રોજ શરૂ કરવામાં આવી હતી. યોજનાનો ઉદ્દેશ દેશના તમામ લોકોને બેંકની સુવિધાઓ સાથે જોડવાનો છે. પીએમજેડીવાય અંતર્ગત ખોલવામાં આવનાર જન ધન એકાઉન્ટ્સ મૂળભૂત બચત બેંક ખાતા છે. આની સાથે રૂપી કાર્ડ અને ખાતા ધારકોને ઓવરડ્રાફટ આપવાની વધારાની સુવિધા આપવામાં આવે છે. આ ખાતામાં ખાતાધારકે ખાતામાં ઓછામાં ઓછી રકમ જાળવવાની જરૂરી હોતી નથી.

જન ધન ખાતાનાં ફાયદાઓ

યોજનાની સફળતા માટે સરકારે 28 જાન્યુઆરી 2018 પછી જે જન ધન ખાતા ખોલવા સાથે અકસ્માત વીમાની રકમ વધારીને 2 લાખ કરી દીધી હતી, જે અગાઉ રૂ .1 લાખ રાખવામાં આવી હતી. આ સાથે ખાતામાં ઓવરડ્રાફટ સુવિધાની મર્યાદા પણ 10,000 રૂપિયા કરી દેવામાં આવી છે. યોજના અંતર્ગત, સરકારે દરેક ઘરમાંથી બેંક ખાતું ખોલવાને બદલે હવે “દરેક વયસ્કનું બેંક ખાતું” રાખવાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

જનધન ખાતાનાં 50 ટકાથી વધુ મહિલાઓ છે અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કોવિડ-19 સંકટમાં ગરીબોની સહાય માટે સરકારે ત્રણ સમાન માસિક હપ્તામાં રૂ. 1,500 જમા કરાવ્યા છે. સરકારે 26 માર્ચ, 2020 ના રોજ જન ધન ખાતાધારકોના ખાતાને એપ્રિલથી ત્રણ મહિના માટે દર મહિને 500 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.

READ ALSO

Related posts

દુનિયાના સૌથી શક્તિશાળી દેશ બનવાની ચીનની મંશા પર ભારતે લગાવ્યો બ્રેક, શીને ન હતો તેનો અંદાજ

Dilip Patel

ઇમૈન્યુઅલ મૈક્રોંના નિવેદનના પડ્યા જોરદાર પડઘા, ફ્રાંસના ચર્ચમાં 3 લોકોની હત્યા એક મહિલાનું ક્રૂરતાપૂર્વક ગળું કપાયું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!