GSTV
Business India News ટોપ સ્ટોરી

સરકારની તિજોરી છલોછલ! નવેમ્બરમાં GST કલેક્શન રૂ. 1.46 લાખ કરોડ પરંતુ ઓક્ટોબર કરતાં પાંચ હજાર કરોડ ઓછું! આ છે કારણો

જીએસટી

દેશમાં તહેવારોની મોસમ પછીના સમયમાં સરકારની આવકમાં ઘટાડો થયો છે. નવેમ્બરમાં સરકારને જીએસટીની આવક રૂ. ૧.૪૬ લાખ કરોડ થઈ હતી, જે ઑક્ટોબર ૨૦૨૨ની સરખામણીમાં રૂ. ૫,૮૫૧ કરોડનો ઘટાડો દર્શાવે છે. જોકે, ગયા વર્ષે નવેમ્બરની સરખામણીમાં કેન્દ્રની આવકમાં ૧૧ ટકાનો વધારો થયો છે. વધુમાં કેન્દ્રને સતત ૯મા મહિને GSTની આવક ૧.૪૦ લાખ કરોડથી વધુ થઈ છે.

GST

કેન્દ્ર સરકારને નવેમ્બર મહિનામાં જીએસટીની આવક રૂ. ૧,૪૬,૮૬૭ કરોડ થઈ હતી, જે ઑક્ટોબરમાં રૂ. ૧.૫૨ લાખ કરોડની સરખામણીમાં ઓછી છે. જોકે, આવકમાં ઘટાડાનું એક મોટું કારણ તહેવારોની મોસમ પૂરી થવાનું છે. ઑક્ટોબરમાં તહેવારોની મોસમના કારણે સરકારને બીજા ક્રમની સૌથી વધુ આવક થઈ હતી. આ પહેલાં એપ્રિલ ૨૦૨૨માં સરકારને રૂ. ૧.૬૮ લાખ કરોડની આવક થઈ હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ આવક છે.

સરકારને જીએસટીની આવક 

એપ્રિલરૂ. ૧.૬૮ લાખ કરોડ
મેરૂ. ૧.૪૧ લાખ કરોડ,
જૂનરૂ. ૧.૪૫ લાખ કરોડ
જુલાઈરૂ. ૧.૪૯ લાખ કરોડ
ઑગસ્ટરૂ. ૧.૪૪ લાખ કરોડ
સપ્ટેમ્બરરૂ. ૧.૪૮ લાખ કરોડ
ઑક્ટોબરરૂ. ૧.૫૨ લાખ કરોડ
નવેમ્બરરૂ. ૧.૪૬ લાખ કરોડ

નાણામંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ નવેમ્બર ૨૦૨૨ દરમિયાન કેન્દ્રને સીજીએસટી મદમાં રૂ. ૨૫,૬૮૧ મળ્યા હતા જ્યારે એસજીએસટી મદમાં રૂ. ૩૨,૬૫૧ કરોડ અને આઈજીએસટી મદમાં રૂ. ૭૭,૧૦૩ કરોડ મળ્યા હતા. આઈજીએસટી મદમાં રૂ. ૩૮,૬૩૫ કરોડની આવક આયાતી સામાનો પર કરની વસૂલાત તરીકે થઈ હતી. આ મહિને સેસના મદમાં રૂ. ૧૦,૪૩૩ કરોડની આવક થઈ છે, જેમાંથી ૮૧૭ કરોડ રૂપિયાની સેસ આયાતીત સામાનો પર મળી હતી. કેન્દ્ર સરકારે નવેમ્બર ૨૦૨૨ દરમિયાન રેગ્યુલર સેટલમેન્ટના રૂપમાં આઈજીએસટીમાંથી રૂ. ૩૩,૯૯૭ કરોડ રૂપિયા સીજીએસટી મદમાં ટ્રાન્સફર કર્યા હતા. આઈજીએસટીમાંથી જ રૂ. ૨૮,૫૩૮ કરોડ રૂપિયા એસજીએસટી મદમાં ટ્રાન્સફર કરાયા હતા. રેગ્યુલર સેટલમેન્ટ પછી આ મહિને કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક સીજીએસટીમાં રૂ. ૫૯,૬૭૮ કરોડ રહી જ્યારે એસજીએસટીનો હિસ્સો રૂ. ૬૧,૧૮૯ કરોડ રહ્યો. આ સિવાય કેન્દ્ર સરકારે આ મહિને જીએસટી કમ્પેનશેસનના રૂપમાં રૂ. ૧૭,૦૦૦ કરોડ રિલીઝ કર્યા હતા. કેન્દ્રીય નાણામંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ ટેક્સ ચોરી રોકવા જે ઉપાયો પર અમલ કરાયો છે, તેની અસર દેખાવા લાગી છે. તેથી જ ગયા મહિને પણ જીએસટી કલેક્શન રૂ. ૧.૪૫ લાખ કરોડથી વધુ રહ્યું હતું.

READ ALSO

Related posts

Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા

Padma Patel

Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ

Padma Patel

કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે

Nakulsinh Gohil
GSTV