GSTV
India News Trending

સરકારનું મહત્વનું પગલું: વિદેશી ડ્રોનની આયાત પર લદાયો પ્રતિબંધ, મેકઈન ઈન્ડિયા અંતર્ગત દેશમાં જ પ્રમોટ કરાશે

ડ્રોન

સરકાર દ્વારા વિદેશમાં તૈયાર થતાં ડ્રોનની આયાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. માત્ર ડિફેન્સ, સિક્યોરિટી તથા R&Dના હેતુથી જ વિદેશી ડ્રોનની આયાત કરી શકાશે. મેક ઈન ઈન્ડિયા યોજના અંતર્ગત સ્થાનિક ઉત્પાદકોને પ્રમોટ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ડ્રોન બનાવવા માટેના અવયવો પહેલાની માફક જ આયાત કરી શકાશે અને તે માટે કોઈ મંજૂરીની જરૂર નહીં પડે. 

વિદેશ વેપાર વિભાગના ડીજીએ બુધવારે આ મામલે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને તાત્કાલિક અસરથી આ નિયમની અમલાવરી કરવા જણાવ્યું હતું. 2030 સુધીમાં ભારતને ડ્રોન હબ બનાવવા માટે કેન્દ્રીય કેબિનેટે ગત સપ્ટેમ્બર મહિનામાં પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ ક્લિયર કરી હતી.

ડ્રોન

આ પીએલઆઈ સ્કીમ ડ્રોન અને ડ્રોનના અવયવોના ઉત્પાદન માટે 20 ટકા સુધીનું ઈન્સેન્ટિવ પૂરૂ પાડે છે.  સરકાર દ્વારા આ યોજના માટે 120 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

READ ALSO

Related posts

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu
GSTV