GSTV

Health Tips: ગુણોનો ખજાનો કહેવાતા આમળા પણ કરી શકે છે સ્વાસ્થ્યને નુકસાન, સેવન કરતાં પહેલા જાણી લો તેની સાઇડ ઇફેક્ટ્સ

આંખો

Last Updated on December 26, 2020 by Bansari

આમળા પોષક તત્વોથી ભરપૂર ફળ છે. તે પોતાના ઢગલાબંધ સ્વાસ્થ્ય લાભો માટે જાણીતા છે. આમળા પોતાના અનેક ઔષધિય ગુણો માટે આયુર્વેદિક દવાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જો કે આ સુપરફૂડની કેટલીક સાઇડ ઇફેક્ટ થઇ શકે છે. ચાલો તમને જણાવીએ આમળાના કેટલાક દુષ્પ્રભાવો વિશે…

કબજિયાત

આમળામાં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે. જો તમે વધુ માત્રામાં આમળાનું સેવન કરો તો ડાયરિયા અને અન્ય પેટ સંબંધિત સમસ્યાઓની સંભાવના વધી શકે છે. તેથી તેનું સેવન નિયંત્રિત માત્રામાં કરવુ જોઇએ.

સુપરફૂડ

એલર્જી

કેટલાંક લોકોને આમળાથી એલર્જી થઇ શકે છે. આ ફળથી એલર્જી વાળા વ્યક્તિને પેટમાં મરોડ, પેટમાં દુખાવો, ઉબકા, ઝાડા અને તમારા મોઢાની આસપાસ સોજા, ખંજવાળ, માથાનો દુખાવો અને ચક્કર આવવા જેવી કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદ થઇ શકે છે.

શરદી

જો તમે શરદી અથવા કોઇ અન્ય સંબંધિત સ્થિતિથી પીડિત હોય તો આવી સ્થિતિમાં તમારે આમળાનું સેવન ન કરવુ જોઇએ.

આમળા

ડાયાબિટીસના રોગીઓએ સાવચેતી રાખવી

ડાયાબિટીસના રોગીઓ માટે આમળા લાભકારક માનવામાં આવે છે. પરંતુ તમારે તેનું સેવન ડોક્ટરની સલાહ લઇને કરવુ જોઇએ.

હ્રદય રોગ

આમળા આમ તો હ્રદય પર કોઇ ખરાબ અસર નથી કરતાં. પરંતુ નકારાત્મક પ્રભાવથી બચવા માટે હ્રદય સંબંધિત સમસ્યાવાળા લોકોને સારા સ્વાસ્થ્ય માટે આ ફળનું સેવન કરતાં પહેલાં પોતાના ડોક્ટરની સલાહ લઇ લેવી જોઇએ.

Read Also

Related posts

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના મેક ઓવર માટે કરવી પડશે ખાસી મહેનત, પાંચ વર્ષમાં ખર્ચવા પડશે 37500 કરોડ

Vishvesh Dave

ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોને જેલભેગા કરાશે : ઘણાએ ધંધો બંધ કરી દીધો, પોલીસ કાર્યવાહીનો ડર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!