GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ભારતની સ્ટાર શૂટર હીના સિદ્ધૂએ આપ્યો પાકિસ્તાની મંત્રીને જડબાતોડ જવાબ

જમ્મૂ-કશ્મીર બાબતે હજી પાકિસ્તાનનો ઉભરો શાંત થયો નથી. ત્યાંના મંત્રીઓ ભારતીય સેનાને ભડકાવવાના પ્રયત્નો હજી કરી રહ્યા છે. ફવાદ હુસૈન ચૌધરીએ ટ્વિટર પર ભારતીય સેનાના શીખ સૈનિકોને અપીલ કરતાં લખ્યું છે કે, કશ્મીરમાં ડ્યૂટી કરવાની ના પાડી દો. આ મુદ્દે ભારતીય નિશાનેબાજ હીના સિદ્ધૂએ પાક મંત્રીને જડબાતોડ જવાબ આપ્યો છે.

હીના સિદ્ધૂએ લખ્યું, “પંજાબી હંમેશાંથી ભારત અને ભારતની પશ્ચિમમાં જે પણ છે તેમની વચ્ચે દિવાલની જેમ ઊભા છે. હું એક પંજાબી અને સિદ્ધૂ છું. મને આશા છે કે, તમે શીખ ઇતિહાસ વિશે થોડું વાંચ્યું હશે. સેનાને ભૂલી જાઓ… જે અમારું છે તેની રક્ષા માટે અમારે સેનામાં ભરતી થવાની જરૂર નથી.” ઉલ્લેખનિય છે કે, સિદ્ધૂ ISSF વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી ભારતીય શૂટર છે. તે નંબર 1 રહી ચૂકી છે. તે 2010 અને 2018 કૉમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતી ચૂકી છે.

પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે પણ આપ્યો હતો જવાબ
કેપ્ટને ફવાદના ટ્વિટને કોટ કરી લખ્યું, “ભારતની આંતરિક બાબતોમાં દખલ દેવાનું બંધ કરો. અને હું તમને જણવી દઉં કે ભારતીય સેના શિસ્ત વાળી અને રાષ્ટ્રવાદી ફોર્સ છે, તમારી સેના જેવી નથી. તમારાં ભડકાઉં ભાષણો અહીં કામ નહીં કરે, અમારી સેનાના જવાનો તમારા આ ભેદભાવવાળી વાતો પણ નહીં સાંભળે. “

CRP એ સોમવારે પાકિસ્તાની પત્રકાર દ્વારા કરવામાં આવેલ ટ્વિટને નકલી ગણાવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 370ના નિર્ણય બાદ CRPF અને જમ્મૂ-કશ્મીર પોલીસ વચ્ચે અણાબન થઈ છે.

ટ્વિટર પર એક દિવસ પહેલાં જ જમ્મૂ-કશ્મીરની પરિસ્થિતિ પર ખોટી અફવાહો ફેલાવવાનું ચાલુ છે. આ અફવાહો ISI અને પાકિસ્તાની સેના ફેલાવી રહ્યા છે. ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌધ્યોગિકી મંત્રાલયના આદેશથી આ ટ્વિટર અકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. બીજાં ચાર અકાઉન્ટ પણ બંધ કરવાની તૈયારીમાં છે.

Related posts

Facebook બંધ કરી રહ્યુ છે TikTok જેવી પોતાની એપ્લીકેશન, Instagram આવ્યું નવુ ફીચર્સ

Ankita Trada

રાજ્યમાં આવતીકાલથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં આ તારીખે મેઘરાજાની થશે એન્ટ્રી

pratik shah

વિરમગામ નગર પાલિકામાં સ્થાનિકોનો ભારે હોબાળો, ગટર ઉભરાવાની સમસ્યાથી છે પરેશાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!