GSTV

બ્લૂ ઓરિજિન/ સ્પેસ રોકેટ ન્યૂ શેફર્ડને વિકસાવવામાં આ ભારતીય યુવતીનો છે મહત્વનો ફાળો, બેઝોસે નવો ઇતિહાસ રચ્યો

Last Updated on July 20, 2021 by Zainul Ansari

મહારાષ્ટ્રના કલ્યાણ શહેરની સંજલ ગાવન્ડે બ્લૂ ઓરિજિનમાં એન્જિનિયર છે. ૩૦ વર્ષની આ યુવતીએ બ્લૂ ઓરિજિનના સ્પેસ રોકેટ ન્યૂ શેફર્ડને વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સંજલે મુંબઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અને ઉચ્ચ અભ્યાસ માટે ૨૦૧૧માં અમેરિકા ગઈ હતી. મિશિગન ટેકનોલોજી યુનિવર્સિટીમાંથી સંજલે માસ્ટર્સ કર્યું હતું. સંજલે કહ્યું હતું કે મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે સ્પેસશીપ બનાવવાનું મારું બાળપણનું સપનું સાકાર થઈ રહ્યું છે.

સંજલ ન્યૂ શેફર્ડનું નિર્માણ કરનારા એન્જિયર્સની ટીમમાં છે. ૨૦૧૬થી તે બ્લૂ ઓરિજિનમાં કાર્યરત છે. એ પહેલાં તેણે નાસામાં નોકરી માટે અરજી કરી હતી, પરંતુ નાસામાં નોકરી ન મળતાં સંજલે બ્લૂ ઓરિજિનમાં નોકરી શરૃ કરી હતી.

બેઝોસનો અવકાશ પ્રવાસ સફળ રહી હતી, બીજી તરફ સ્પેસ યાત્રાનો નવો ઈતિહાસ પણ રચાઈ ગયો છે. જેફ બેજોઝની સ્પેસ કંપની બ્લૂ ઓરિજીનનું રોકેટ ન્યૂ શેફર્ડ ચાર યાત્રીઓની સાથે સ્પેસ સફર પર ઉડાણ ભરી હતી બ્લૂ ઓરિજિનનું ન્યૂ શેફર્ડ રોકેટ પોતાના મુસાફરોને બ્લૂ કેરમેન લાઈન સુધીની સફર કરાવી હતી. આ લાઈન ધરતીથી લગભગ 100 કિલોમીટરની ઉંચાઈ પર આવેલ છે. આ લાઈનને પૃથ્વીના વાતાવરણ અને સ્પેસની વચ્ચે બાઉન્ડ્રીના રૂપમાં ઓળખવામાં આવે છે.

આ પ્રવાસમાં કુલ ચાર અવકાશયાત્રીઓ હતા, જેફ બેઝોસ, તેમના ભાઈ માર્ક બેઝોસ, મહિલા અવકાશયાત્રી વાલી ફંક અને ઓલિવર ડેમોન. તેમાંથી વાલી ફંકની ઉંમર 82 વર્ષ છે. માટે સૌથી મોટી ઊંમરના અવકાશ પ્રવાસી તરીકે તેમણે વિક્રમ નોંધાવ્યો છે.તો ઓલિવરની ઉંમર 18 વર્ષની હતી એટલે એ સૌથી નાની ઉંમરનો અવકાશયાત્રી બન્યો હતો. એ રીતે આ અવકાશયાત્રાએ સૌથી નાની ઉંમર અને સૌથી મોટી ઉંમરના અવકાશપ્રવાસીઓનો પણ વિક્રમ નોંધાવ્યો હતો.1939માં જન્મેલા મેરી વાલેસ ફંક હવે વાલી ફંક તરીકે ઓળખાય છે. તેઓ પાઈલટ હતા અને તેમાંથી અવકાશયાત્રી બન્યા હતા.

Read Also

Related posts

ફાયદો જ ફાયદો/ આ બિઝનેસ કરીને દર મહિને થશે 1 લાખ રૂપિયાની કમાણી, સરકાર પણ કરશે આર્થિક મદદ

Bansari

ખરાબ સમય / અશ્લીલ ફિલ્મોમાં રાજ કુન્દ્રાની ધરપકડ બાદ પ્રથમ વાર આવ્યું શિલ્પા શેટ્ટીનું નિવેદન, જાણી લો શું કર્યા ખુલાસા

Dhruv Brahmbhatt

કામનું/ આધાર કાર્ડને લઇ UIDAIએ આપ્યું મોટું અપડેટ, હવે આધાર ગુમ થવા પર પણ તમને નહિ પડે મુશ્કેલી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!