GSTV
Home » News » ભારતના પહેલા ફિલ્ડ માર્શલને સાત ગોળીઓ લાગી હતી, ડૉક્ટરે પૂછ્યું તો કહ્યું, ‘કંઈ નહીં ગધેડાએ લાત મારી’

ભારતના પહેલા ફિલ્ડ માર્શલને સાત ગોળીઓ લાગી હતી, ડૉક્ટરે પૂછ્યું તો કહ્યું, ‘કંઈ નહીં ગધેડાએ લાત મારી’

આજે તલવાર કટ જેવી તેજ ધાર મુછો રાખનારા શામ માણેકશૉનો જન્મદિવસ છે. જેની આગેવાનીમાં ભારતે 1971નું યુદ્ધ જીત્યું હતું. કદાવર માણસ અને હાજરજવાબી પણ એવા માણેકશૉના પાંચ કિસ્સા જાણીએ, જે કોઈને પણ હસવા અને લોહી ગરમ કરવા માટે પૂરતા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971નું યુદ્ધ શરૂ થવાનું હતું. ત્યારે એ વખતના પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ જનરલ માણેકશૉને પૂછ્યું, ‘શું તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે.’ જેના વિશે માણેકશૉએ કહ્યું, ‘આઈ એમ ઓલવેઝ રેડી સ્વીટી ઈન્દિરા ગાંધીને સ્વીટી કહેવાનું હુનર માણેકશૉ પાસે જ હતું.’

1971 ભારત-પાકિસ્તાનની લડાઈ વચ્ચે પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના દિમાગમાં એ વાત બેસી ગઈ હતી કે માણેકશૉ આર્મીની મદદથી તખ્તો પલટવાની કોશિશ કરવાના છે. જેના પર માણેકશૉએ સીધા જઈ ઈન્દિરા ગાંધીને કહી દીધું, ‘શું તમને નથી લાગતું હું તમારી જગ્યા લેવાને લાયક છું, મેડમ ? તમારી નાક લાંબી છે, મારી નાક પણ લાંબી છે. પણ હું બીજાના મામલાઓમાં નાક નથી ઘુસાડતો.’

યુદ્ધના મેદાનમાં સાત ગોળીઓ લાગ્યા બાદ જનરલ માનેકશૉ મિલિટ્રી હોસ્પિટલમાં પહોંચ્યા. ડૉક્ટરે તેમને પૂછ્યું કે, ‘શું થયું છે ?’ માણેકશૉએ કહ્યું, ‘અરે કંઈ નહીં ગધેડાએ લાત મારી દીધી છે.’

1962માં જ્યારે મિઝોરમની એક બટાલિયને ભારત-ચાઈનાની લડાઈથી દૂર રહેવાની કોશિશ કરી ત્યારે માણેકશૉએ તે બટાલિયનને પાર્સલમાં બંગડીઓનો ડબ્બો મોકલ્યો હતો. સાથે નોટ મોકલી હતી જેમાં લખ્યું હતું કે, જો યુદ્ધથી પાછળ ખસી રહ્યા છો તો આ બંગડીઓ પહેરી લો. તુરંત જ તમામ બટાલિયન યુદ્ધમાં જોડાઈ ગઈ અને બહેતરીન યુદ્ધનો નમૂનો દુનિયા સમક્ષ પેશ કર્યો. માણેકશૉએ બીજો લેટર લખી આ ટુકડીને કહ્યું, હવે બંગડીઓ પાછી મોકલી દો.

1971ના યુદ્ધ બાદ તેમને પાછુ પૂછવામાં આવ્યું કે જો ભાગલા પડ્યા એ સમયે પાકિસ્તાન ચાલ્યા ગયા હોત તો ? જેના પર હસતા માણેકશૉએ કહ્યું, તો પાકિસ્તાન 71ની લડાઈ જીતી જાત. ફિલ્ડ માર્શલ માનેકશૉની સર્વિસ 1934થી 2008 સુધી હતી. જેમાં તેમણે બીજુ વિશ્વયુદ્ધ, 1962 ભારત-ચાઈના વોર, 1965 ભારત-પાકિસ્તાન વોર અને 1971માં ભારત પાકિસ્તાન વોરમાં ભાગ લીધો હતો. ભારત ચાઈના વોર બાદના તમામ યુદ્ધો માણેકશૉની આગેવાનીમાં લડાયા હતા.

READ ALSO

Related posts

કોઇ સાત ફેરા ફરતાં પહેલાં તો કોઇ તૂટેલા હાથે પહોંચ્યુ મતદાન કરવા, એક ક્લિકે જુઓ લોકશાહીના મહાપર્વની તસવીરી ઝલક

Bansari

નખરા તો આને કહેવાય! અધવચ્ચે ફિલ્મ પડતી મુકીને આ અભિનેત્રીઓએ ચાલતી પકડી લીધી, ઐશ્વર્યાનો કિસ્સો તો રસપ્રદ છે

Bansari

સફળતા મળતાં જ આ કલાકારોની થઇ ગઇ કાયાપલટ, નહી જોયું હોય આવું ગજબ ટ્રાન્સફોર્મેશન

Bansari