GSTV
India News Trending

કોરોનાએ અર્થતંત્રનો ભુક્કો બોલાવ્યો: બીજી લહેરમાં જીડીપી દર ઘટવાનો અંદાજ, લોકડાઉનના આવશે માઠા પરિણામ

જીડીપી

ભારતમાં કોરોનાની બીજી લહેરને કારણે આર્થિક પ્રવૃત્તિઓ મંદ પડી રહી છે ત્યારે વિશ્વની અગ્રણી બ્રોકરેજ કંપનીઓેએ ભારતના ચાલુ વર્ષના જીડીપી વિકાસના દર અંદાજમાં ઘટાડો કર્યો છે. કોરોનાને કારણે ફરીથી સંપૂર્ણ લોકડાઉનના તોળાઇ રહેલા જોખમને કારણે મોટા ભાગની તમામ રેટિંગ એજન્સીઓએ જીડીપીના અંદાજમાં ઘટાડો કર્યો છે.

નોમુરાએ નાણાકીય વર્ષ 2021-22નો આર્થિક વિકાસનો અંદાજ 13.5 ટકાથી ઘટાડીને 12.6 ટકા કર્યો છે. જેપી મોર્ગનં જીડીપીનો અંદાજ 13 ટકાથી ઘટાડી 11 ટકા કર્યો છે. યુબીએસએ જીડીપી વિકાસનો અંદાજ 11.5 ટકાનો ઘટાડો 10 ટકા કર્યો છે. સિટીએ જીડીપીનો અંદાજ ઘટાડી 12 ટકા કર્યો છે.

મહામારી શરૂ થઇ તે પહેલાથી જીડીપીમાં ઘટાડાનો દોર શરૃ

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મહામારી શરૃ થઇ તે પહેલા જ ભારતના જીડીપીમાં ઘટાડાનો દોર શરૃ થઇ ગયો હતો. નાણાકીય વર્ષ 2016-17માં ભારતનો જીડીપી 8.3 ટકા રહ્યાં પછી ભારતના જીડીપીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતનો જીડીપી નાણાકીય વર્ષ 2017-18માં 6.8 ટકા, 2018-19માં 6.5 ટકા અને નાણાકીય વર્ષ 2019-20માં 4 ટકા રહ્યો હતો.

કોરોના નાણાકીય વર્ષ 2020-21માં ભારતનો જીડીપી માઇનસ 8 ટકા રહેવાની શક્યતા છે. જો કે ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં ભારતનો જીડીપીનો અંદાજ 10 ટકાની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ત્યાર પછીના નાણાકીય વર્ષ 2022-23માં જીડીપી 6.8 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

બીજા ક્વાર્ટરથી ફરી ભારતીય અર્થતંત્ર પાટા પર આવશે

ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનાથી ભારતમાં કોરોનાની બીજી લહેર શરૃ થઇ છે. રેટિંગ એજન્સીઓના જણાવ્યા અનુસાર ભારતમાં આગામી સપ્તાહોમાં કોરોનાનું સંક્રમણને અંકુશમાં લેવામાં સફળતા મળી જશે ચાલુ નાણાકીય વર્ષના બીજા કવાર્ટરથી ફરીથી ભારતીય અર્થતંત્ર ફરીથી પાટા પર આવી જશે.

મોદી

યુબીએસના અંદાજ મુજબ મેના અંત સુધી વર્તમાન નિયંત્રણો યથાવત રહેશે અને ત્યારબાદ તબક્કાવાર રીતે નિયંત્રણો હટાવવામાં આવશે. જૂનના અંત સુધીમાં આર્થિક પ્રવૃત્તિઓ સામાન્ય થવાની શક્યતા છે. જો કે ગયા વર્ષની સરખામણીમાં આર્થિક નુકસાન ઘણુ ઓછુ રહેશે.

સિટી રિસર્ચના જણાવ્યા અનુસાર ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના નિયંત્રણો હળવા છે. ક્રેડિટ સૂઇસના જણાવ્યા અનુસાર ગયા વર્ષના રાષ્ટ્રવ્યાપી સંપૂર્ણ લોકડાઉનને બદલે ચાલુ વર્ષે લોકડાઉન અમુક વિસ્તાર પૂરતું મર્યાદિત રહેશે.

Read Also

Related posts

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

KBC-14 / શાશ્વત ગોયલ બન્યો સીઝનનો બીજો કરોડપતિ, હવે જીતશે આટલા કરોડ રૂપિયા

Hemal Vegda

jio યુઝર્સ માટે કામના સમાચાર, આ યુઝર્સને મળશે મફ્ત 5G સેવા!

Hardik Hingu
GSTV