GSTV
Home » News » કોઈ ટેક્નોલોજીકલ કે ઔદ્યોગિક નહીં પણ ભારતની આ ઈન્ડસ્ટ્રી ૨૦૨૨ સુધીમાં આઠ અબજ ડોલરને આંબી જશે

કોઈ ટેક્નોલોજીકલ કે ઔદ્યોગિક નહીં પણ ભારતની આ ઈન્ડસ્ટ્રી ૨૦૨૨ સુધીમાં આઠ અબજ ડોલરને આંબી જશે

ભારતનો ઓનલાઇન ફૂડ ડિલિવરી ઉદ્યોગ ૨૦૨૨ સુધીમાં આઠ અબજ ડોલરને આંબી જશે તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ અહેવાલ મુજબ આ ઉદ્યોગ વાર્ષિક ૨૫ થી ૩૦ ટકાના દરે વૃદ્ધિ કરશે. ગૂગલ અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ(બીસીજી) દ્વારા તૈયાર કરવામાં આવેલા આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સારા વળતર અને સગવડને પગલે ભારતમાં પણ ઓનલાઇન ફૂડ ડિલિવરી એપનો ઉપયોગ સતત વધી રહ્યો છે.

આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ફૂડ ટેક કંપનીઓએ ભારતના ૫૦૦થી વધુ શહેરોમાં કાર્યરત છે. હવે જ્યારે ઓનલાઇન ફૂડ ડિલિવરી અંગે ગ્રાહકોનો વિશ્વાસ વધી રહ્યો છે ત્યારે હવે આ કંપનીઓ ગ્રાહકો માટે નવી નવી ઓફર લઇને આવી રહી છે. બીજી તરફ ભારતમાં ઓનલાઇન ચુકવણી પણ ઝડપથી વધી રહી છે અને આગામી પાંચ વર્ષમાં તે વધીને ૧૩૦ અબજ ડોલરને આંબી જશે.

ભારતમાં હાલમાં ઓનલાઇન ફૂડ ડિલિવરી બિઝનેસમાં ઝોમેટો અને સ્વીગીનું પ્રભુત્ત્વ છે. ચીનની ઓનલાઇન કંપની અલીબાબાની પેટા કંપની એન્ટ ફાઇનાન્સિયલ સમર્થિત ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ ૨૧ જાન્યુઆરીએ ઉબર ઇટ્સના ભારતીય બિઝનેસને ૨૪૯૨ કરોડ રૃપિયામાં ખરીદી લીધો હતો. આ સોદા હેઠળ ઉબરને ઝોમેટોમાં ૯.૯૯ ટકા હિસ્સેદારી મળી છે. ઝોમેટોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઉબર ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરશે. ઉબર ઇટ્સ સાથે સંકળાયેલી રેસ્ટોરન્ટ, સપ્લાય પાર્ટનર અને ગ્રાહકોને મંગળવારથી ઝોમેટો પ્લેટફોર્મથી જોડવાનું શરૃ કરી દેવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ સોદાને કારણે ભારતમાં ઝોમેટોનો બજાર હિસ્સો વધીને ૫૫ ટકા થઇ જશે. ઝોમેટોના સીઇઓ દીપિંદર ગોયલે જણાવ્યું હતું કે અમને ભારતના ૫૦૦ શહેરોમાં ઓનલાઇન ભોજનની ડિલિવરી કરવાનો વ્યવસાય વિકસિત કરવા પર ગર્વ છે. આ સોદો આ શ્રેણીમાં અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવશે. ઉબર ઇટ્સના ૪૧ શહેરોમાં ૨૬,૦૦૦ રેસ્ટોરન્ટ છે. તેણે ૨૦૧૭માં ભારતમાં પરિચાલન શરૂ કર્યુ હતું.

READ ALSO

Related posts

મોદીની ‘મન કી બાત’ જેવો કાર્યક્રમ કરવો પ્રશાંત કિશોરને પડી ગયો ભારે, આખો શો આ વ્યક્તિના વિચારની કોપી નીકળ્યો

Mayur

મોદી અને અમિત શાહને ન ગણકારનાર આ નેતા બિહારમાં ભરાયા, નીતિશ કુમારે આપ્યો ઝટકો

Karan

કર્મચારી આવેશમાં આવી જતા પોતાના જ 6 સાથીદારોને બંદૂકથી ધડાધડ મારી નાખ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!