GSTV
Home » News » આ છે અમેરિકામાં બમ્પર કમાણી કરનાર ભારતીય ફિલ્મો

આ છે અમેરિકામાં બમ્પર કમાણી કરનાર ભારતીય ફિલ્મો

બોલીવુડમાં એવી ઘણી ફિલ્મો બનતી હોય છે જે ફક્ત ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ ધૂમ કમાણી કરતી હોય છે. અમે આવી જ ફિલ્મો વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએ જેણે ભારતીય બૉક્સ ઑફિસ પર તો ડંકો વગાડ્યો જ છે પરંતુ અમેરિકામાં પણ ધૂમ કમાણી કરી છે.

બાહુબલી ધ ક્ન્કલુઝન:

રાજામૌલી ડાયરેક્ટેડ આ ફિલ્મે અમેરિકામાં પણ 10.1 મિલિયન ડોલર્સની કુલ કમાણી કરી હતી.

યે જવાની હૈ દીવાની:

2013ની રણબીર કપુર દીપિકા પદુકોણ અભિનીત આ ફિલ્મને વીક એંડમાં જ 4 મિલિયન ડૉલરની કમાણી કરી હતી.

ચેન્નાઈ એક્સપ્રેસ :

2014ની શાહરુખ દીપિકા અભિનીત આ એક્સ્પ્રેસ અમેરિકામાં પણ વિના રુકાવટ ચાલી હતી.

ધ લન્ચબોક્સ :

 ઈરફાન ખાન , નિમ્રત કૌર , નવાઝુદ્દિન સિદ્દિક્કી જેવાં ઓફ બીટ કલાકારો ધરાવતી આ ફિલ્મ અને એકદમ હટ કે લવ સ્ટોરી અમેરિકાનાં દર્શકો એ ખુબ માણી હતી.

ધૂમ 3 :

યશરાજ ફિલ્મ્સની ધૂમ ફ્રેંચાઈઝીનો ત્રીજો ભાગ અલબત પ્રેસ્ટિજની કોપી હતો તેમ છતાં તેને અમેરિકન દર્શકોએ આવકાર્યો હતો.

માય નેમ ઈઝ ખાન :

આ ફિલ્મની વાર્તા જ અમેરિકાનાં બેકડ્રોપમાં છે. શાહરુખ ખાન કાજોલ અભિનિત આ ફિલ્મ 9/11 નાં હુમલા પછી મુસ્લીમોને જે રીતે જોવામાં આવે છે તે બાબત દર્શાવે છે. ફિલ્મને અમેરિકામાં ઘણો આવકાર મળ્યો હતો.

3 ઈડિયટ્સ

ત્રણ મિત્રોની એંજિંયરિંગ કોલેજમાં મળવાની વાત કહેતી આ ફિલ્મને સમગ્ર વિશ્વમાં ખુબ આવકાર મળ્યો છે. આમિર ખાનની આ ફિલ્મને વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે.

ઓમ શાંતિ ઓમ

70નાં દાયકાને ટ્રિબ્યુટ આપતી આ ફિલ્મ શાહરુખ અને દીપિકાની આ ફિલ્મ ખુબ જ પસંદ કરવામાં આવી હતી.

મોંસુન વેડિંગ :

મિરા નાયર ડિરેક્ટેડ આ ફિલ્મ દિલ્લીમાં પંજાબી પરિવારનાં લગ્ન પર આધારિત આ ફિલ્મને એક સર્વેમાં મરતા પહેલાં જોવાં જેવી 1000 ફિલ્મસની યાદીમાં સ્થાન મળ્યુ છે.

કભી ખુશી કભી ગમ :

કરન જોહર ડાયરેક્ટેડ આ ફેમેલી ડ્રામા અમેરિકામાં સૌથી વધારે બિઝનેસ કરનારી ફિલ્મ છે.

Related posts

ICCએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલિક બરતરફ કરાયું, જાણો શા માટે આટલી મોટી કાર્યવાહી કરાઈ

Path Shah

મહેસાણામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસનો કાફલો ઘટના સ્થળે

Nilesh Jethva

જેતપૂરના ખેડૂતોના હાલ બેહાલ, ડેમમાં લાખો લીટર પાણી હોવા છતા નથી કરી શકતા ઉપયોગ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!