GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

કોરોનાના કારણે જગતનો તાત ચિંતામાં, લણણીના સમયે જ સંકટના વાદળ ઘેરાયા

કોરોના વાઇરસના કારણે જીવનના દરેક ક્ષેત્ર પર અસર થઇ છે. રિટેલ માર્કેટથી લઇને શોપિંગ મૉલ અને ગૃહઉદ્યોગોથી લઇને મોટા ઔદ્યોગિક ગૃહો. તમામ પર કોરોના વાઇરસની ઘાતક અસર જોવા મળી રહી છે. આ સંજોગોમાં દેશનો કૃષિ ઉદ્યોગ પણ બાકાત રહી જાય તે સંભવ નથી. એક તો, ભારતમાં ખેડૂતો પહેલેથી અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં છે અને હવે કોરોનાની મહામારીએ તેમના માટે મુસીબતોના અંબાર ખડકી દીધાં છે.

રવી પાકના બમ્પર ઉત્પાદનની અપેક્ષા

કોરોના વાઇરસનું આક્રમણ એવા સમયે થયું છે, જ્યારે ખેતરોમાં રવી પાક એટલે કે શિયાળુ પાક લહેરાઇ રહ્યો છે અને હવે તેની કાપણીનો સમય પાકી ગયો છે. સારા ચોમાસાના કારણે જમીન ખાસી આદ્ર થઇ છે અને બંધો પણ પાણીથી ભરપૂર છે એટલા માટે આ વર્ષે રવી પાકના બમ્પર ઉત્પાદનની અપેક્ષા છે. જોકે, આ સમયે કોરોના વાઇરસ ત્રાટક્યો હોવાના કારણે અફવાઓનું બજાર ગરમ છે. રોજેરોજ કોરોના સંક્રમિતો તેમજ મૃતકોની વધી રહેલી સંખ્યાને જોતાં નકારાત્મક્તાનું વાતાવરણ પ્રસરી રહ્યું છે.

કૃષિપ્રધાન દેશમાં જ વ્યાપક સમસ્યાઓ

દેશમાં ૨૦ કરોડથી વધારે ખેડૂતો છે. દેશના કૃષિ ક્ષેત્રના ચડાવઉતારની સીધી અસર દેશની અર્થવ્યવસ્થા ઉપર પડે છે. દેશની અડધાથી વધારે વસતી પોતાની આજીવિકા માટે કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે. એટલા માટે નફો આપતા ઉત્પાદનથી ખપત વધે છે અને નાના તેમજ ઓછી કિંમતવાળા પાક મંદી લાવી શકે છે. જગતના તાતનું બિરુદ પામેલા ખેડૂતોને ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં જ વ્યાપક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જે જમીન ઉપર પાક લેવાનો છે એ જમીન જ ખેડૂતોની સૌથી મોટી સમસ્યા છે.

ભારત પાસે દુનિયાની સૌથી વધારે ખેતીલાયક જમીન

વર્ષ 2015ના વર્લ્ડ બેંકના એક રિપોર્ટ અનુસાર ભારતની આશરે ૬૦.૩ ટકા ભૂમિ ખેતીલાયક છે. ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા રચવામાં આવેલા ટ્રસ્ટ ઇન્ડિયા બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશનનો રિપોર્ટ પણ કહે છે કે અમેરિકા બાદ ભારત પાસે દુનિયાની સૌથી વધારે ખેતીલાયક જમીન છે. ખેતીલાયક જમીન હોવા છતાં પણ દેશનો ખેડૂત ન તો ઉત્પાદન વધારી શકે છે કે ન તો નફો કમાઇ શકે છે.

ભારત પાસે દુનિયાની સૌથી વધારે ખેતીલાયક જમીન

છેલ્લા કેટલાંક દાયકાથી સરેરાશ ખેતીલાયક જમીનનો વિસ્તાર પણ ઘટી રહ્યો છે. વર્ષ ૨૦૧૨-૧૩ના કૃષિ રિપોર્ટ અનુસાર દેશમાં નાના ખેતરોની સંખ્યા કુલ ખેતરોના ૮૫ ટકા જેટલી છે. પરંતુ આવા ખેતરોનું કુલ ક્ષેત્રફળ માત્ર ૪૪ ટકા જેટલું જ છે. મતલબ કે દેશમાં કેટલાંક ખેડૂતો શ્રીમંત છે તો કેટલાંક ભૂમિવિહોણા છે. આ માટે જાણકારો દેશના વારસાના કાયદાને જવાબદાર માને છે. આ કાયદા અનુસાર પિતાની સંપત્તિ સંતાનોમાં બરાબરીના ધોરણે વહેંચી દેવામાં આવે છે. જેના કારણે જમીનના નાના નાના ટુકડા થતાં રહે છે. જમીનના આવા નાના ટુકડા ઉપર થતી ખેતીના કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે.

ખેડૂતોએ સારી ક્વૉલિટીના બીજ મેળવવા માટે ભટકવું

ખેડૂતોની બીજી સમસ્યા છે બીજની. સારા ઉત્પાદન માટે સારી ગુણવત્તાના બીજની જરૂર રહે છે. પરંતુ ભારે કિંમતોના કારણે સારી ક્વૉલિટીના બીજ સીમાંત અને નાના ખેડૂતોની પહોંચની બહાર જ રહે છે. આ સમસ્યાને ઉકેલવા માટે કૃષિ મંત્રાલયે ૧૯૬૩માં રાષ્ટ્રીય બીજ નિગમની સ્થાપના કરી, એ સાથે જ ૧૩ રાજ્યોમાં બીજ નિગમ સ્થાપવામાં આવ્યાં કે જેથી ખેડૂતોની જરૂરિયાત પૂરી થઇ શકે. પરંતુ આજે પણ ખેડૂતોએ સારી ક્વૉલિટીના બીજ મેળવવા માટે ભટકવું પડે છે. ત્રીજી સમસ્યા છે કમ્પોસ્ટ, ફર્ટિલાઇઝર અને કીટનાશકોની ઉપલબ્ધતા.

પાણીના વહેણના કારણે માટીનું ક્ષારણ થાય

દેશમાં છેલ્લા કેટલાંય દાયકાથી ખેતી થતી આવી છે જેના કારણે જમીનનું મોટું ક્ષેત્ર પોતાની ફળદ્રુપતા ગુમાવી રહ્યું છે. એ પરિસ્થિતિમાં પાકની ગુણવત્તા જાળવી રાખવા માટે ખાતર અને ફર્ટિલાઇઝરના ઉપયોગનો વિકલ્પ જ બચે છે. પાકને કીટકોથી બચાવવા માટે કીટનાશકોનો ઉપયોગ પણ અનિવાર્ય બની ગયો છે. આ વધી રહેલી જરૂરિયાતોના કારણે ખેડૂતોને મળતા નફામાં ઘટાડો થયો છે. કેટલીક વખત ફળદ્રુપ જમીન ઉપર પણ હવા અને પાણીના વહેણના કારણે માટીનું ક્ષારણ થાય છે જેના કારણે ભૂમિ પોતાની ફળદ્રુપતા ગુમાવી બેસે છે અને તેની અસર પણ ઉત્પાદન ઉપર પડે છે.

ગ્રામીણ વિસ્તારોમાં અનાજના સંગ્રની સુવિધાઓની કમી

કૃષિક્ષેત્રમાં યંત્રોનો ઉપયોગ વધી રહ્યો છે પરંતુ હજુ પણ અનેક વિસ્તારો એવા છે જ્યાં ઘણું ખરું કામ ખેડૂતો અને ખેતમજૂરો હાથ વડે કરે છે. આવા લોકો ખેતીવાડીમાં પારંપરિક ઉપાયો પ્રયોજતાં હોય છે. ખાસ કરીને આવા મામલા નાના અને સીમાંત ખેડૂતોમાં વધારે જોવા મળે છે. આની સીધી અસર પણ ખેતઉત્પાદનોની ગુણવત્તા અને ખર્ચ ઉપર પડે છે. દેશના અનેક ગ્રામીણ વિસ્તારોમાં અનાજનો સંગ્રહ કરવાની સુવિધાઓની કમી છે જેના કારણે ખેડૂતો ઉપર વહેલામાં વહેલી તકે ખેતપેદાશોનો સોદો કરવાનું દબાણ રહે છે અને કેટલીયે વખત ખેડૂતો નજીવા દામે ખેતપેદાશોનો સોદો કરી લેતા હોય છે. સંગ્રહ સુવિધાઓને લઇને કોર્ટે અનેક વખત કેન્દ્ર અને રાજ્ય સરકારોને ફટકાર પણ લગાવી છે પરંતુ જમીનીસ્તરે પરિસ્થિતિ હજુ સુધરી નથી.

ખેડૂતોને કાપણીની ચિંતા છે

એવામાં કોરોના વાઇરસના પ્રકોપના કારણે ખેડૂતોની સ્થિતિ ઓર વકરી છે. પહેલા તો ખેડૂતોને કાપણીની ચિંતા છે. કાપણી માટે મજૂરો મળે એમ નથી કારણ કે લૉકડાઉનના કારણે લોકોનું પલાયન થઇ રહ્યું છે એમાં મજૂરો મળવા મુશ્કેલ છે. કાપણી માટે તો કદાચ મશીન કામ લાગી જાય પરંતુ કપાયેલા પાકને ખડકવા અને ગોદામો સુધી પહોંચાડવા માટે તો મજૂરો અનિવાર્ય છે. એ પછી ખેતપેદાશોને બજારમાં વેચવાની ચિંતા છે. હાલનો માહોલ જોતા પાકના અડધા દામ પણ મળવાની આશા ધૂંધળી બની રહી છે.

લોકો પોતાના વતન તરફ પલાયન

બજારમાં નવા પાકની આવક શરૂ થવાની તૈયારી છે પરંતુ ખરીદદાર મળવા મુશ્કેલ છે. કોરોના વાઇરસના કારણે પોલ્ટ્રી ફાર્મના ઉદ્યોગમાં મોટું નુકસાન થઇ રહ્યું છે. કોરોનાના ડરે લોકો માંસાહારી ઉત્પાદનો ખરીદવાનું ટાળે છે. દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં ૮૬ ટકા લોકો કામ કરે છે. શહેરોમાં નાનામોટા કામ કરતા ક્ષમજીવીઓ, ફેકટરી કર્મચારીઓ અને ખાનગી કંપનીમાં કામ કરતા નોકરિયાતો માટે કામ બંધ છે. લોકોની આવક ઘટવાના કારણે, બેરોજગાર થવાના કારણે કે પછી મહેનતાણુ ન મળવાના કારણે લોકો પોતાના વતન તરફ પલાયન કરી ચૂક્યાં છે.

સરકારે કૃષિ મજૂરોને કામ કરવાની છૂટ આપી

આમ તો સરકારે લૉકડાઉનમાંથી કૃષિ ક્ષેત્રને છૂટ આપી છે. માર્કેટ, કૃષિ ઉત્પાદન ખરીદતી એજન્સીઓ, ખેતીવાડી સાથે જોડાયેલા કામકાજ, ભાડે કૃષિ મશીનરી આપતા કેન્દ્રો ઉપરાંત કૃષિ સાથે સંબંધિત માલસામાનના રાજ્યની અંદર તેમજ આંતરરાજ્ય પરિવહનને પણ લૉકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે. સરકારે કૃષિ મજૂરોને કામ કરવાની છૂટ આપી છે તેમજ ખાતર, કીટનાશકો તેમજ બીજ ઉત્પાદન અને પેકેજિંગ યુનિટોને પણ લૉકડાઉનમાંથી મુક્ત કરવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે. સૌથી મોટી સમસ્યા તો કાપણી બાદ પાકના સંગ્રહની છે.

ગ્રામીણ મજૂરોના સહારે જ મોટા નિર્માણ કાર્યો થાય

વર્તમાન પરિસ્થિતિમાં એક વાત સ્પષ્ટ છે કે ખેતીવાડીની સાથે સાથે શહેરોમાં ઉદ્યોગોનું અસ્તિત્ત્વ પણ ગ્રામીણ મજૂરો પર ટકેલું છે. જો લઘુઉદ્યોગો ઉપરાંત ફેકટરીના મજૂરો પણ કામ પર પાછા ન ચડયાં તો ઉત્પાદનને અસર થશે. ગ્રામીણ મજૂરોના સહારે જ શહેરોમાં મોટા મોટા નિર્માણ કાર્યો થાય છે. બીજી બાજુ શહેરોમાં મજૂરી માટે આવેલા લોકોના ગામડા તરફ પલાયનના કારણે ગામડાઓમાં પણ કોરોના વાઇરસના સંક્રમણનું જોખમ ઊભું થયું છે. જો કોરોના વાઇરસનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી ગયું તો એને કાબુમાં લેવું મુશ્કેલ બની જશે કારણ કે ગામડાઓમાં આમ પણ સ્વાસ્થ્ય સુવિધાઓની કમી છે.

કૃષિ નફાકારક ન રહેતાં ખેડૂતોની સંખ્યા ઘટી

લૉકડાઉન કદાચ લંબાવવામાં આવે તો પણ દેશમાં ખાદ્યાન્નની કમી નહીં થાય. સરકાર આમ પણ રેશન કાર્ડધારકોને વધારે ખાદ્યસામગ્રી આપી રહી છે. પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી કૃષિ અને તેની સાથે સંકળાયેલો ક્ષેત્રોમાં સ્થિતિ કથળી છે. કૃષિ નફાકારક ન રહેતાં ખેડૂતોની સંખ્યા ઘટી રહી છે. વર્ષ ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવા માટે ૧૫ ટકા કૃષિ વિકાસ દરની જરૂર છે જે હાલના સંજોગો જોતાં તો અશક્ય જણાઇ રહ્યો છે. કૃષિ ઉત્પાદનોનો ખર્ચ વધ્યો છે પરંતુ માંગ ઘટી રહી છે. કોરોના સંકટના કારણે કૃષિ ક્ષેત્રને નુકસાન થશે જે જોતાં સરકારે ખેતીવાડીને બચાવી રાખવા માટે ઉપાયો પ્રયોજવા પડશે.

READ ALSO

Related posts

નેપાળનો વિવાદસ્પદ નિર્ણય: ચીનની ઉશ્કેરણી હેઠળ 1700 કિમી ખુલ્લી સરહદ પર હવે સૈન્ય ગોઠવશે, ભારતની બાજ નર

pratik shah

કોરોનાનો આતંકઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 438 પોઝિટિવ કેસ, વધુ 31 દર્દીના મોત

Ankita Trada

કોરોના મહામારીનો ફાયદો ઉઠાવી રહ્યુ છે ચીન, સમુદ્રમાં કરી રહ્યુ છે આ તૈયારી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!