GSTV
Home » News » PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટને પુરો કરવા આ હદે મથી રહ્યા છે ભારતીય એન્જિનીયર્સ, જાણો વિગત

PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટને પુરો કરવા આ હદે મથી રહ્યા છે ભારતીય એન્જિનીયર્સ, જાણો વિગત

PM નરેન્દ્ર મોદીનાં મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં સપનાને પૂર્ણ કરવા લાગેલા એન્જીનીયર્સને એક નવા અનુભવથી પસાર થવુ પડે છે. આ એન્જીનિયર્સ નેશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડનાં છે. તેમને જ ભારતમાં બુલેટ ટ્રેન દોડાવવાની જવાબદારી સોંપવામાં આવી છે અને તેમને જાપાની એન્જીનિયર્સ સાથે કામ કરવાનો અનુભવ મળશે. કામ જલદી અને સારી રીતે શીખવા માટે તેઓ જાપાની શીખી રહ્યા છે. આ માટે તમે કેમ છો? અને ગુડ મૉર્નિંગ પણ જાપાનીમાં કરે છે- ઓ જેનકી દેસુ કા? ઓ હાય યો ગો માસૂ?

અઠવાડિયામાં દર બીજા દિવસે સાંજે જાપાની શીખવાનાં ક્લાસ ચલાવવામાં આવે છે. આમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે જોડાયેલા એન્જીનિયર્સ એક સાથે બેસે છે અને આ ભાષા શીખી રહ્યા છે. જો કે જાપાની શીખવું એટલુ સરળ નથી, પરંતુ એન્જીનિયર્સ આ ભાષા શીખવા માટે ઘણા જ ઉત્સાહિત છે.

જે પુસ્તક ભણાવવામાં આવી રહ્યું છે તે મારુગોટો છે. તેમાં જાપાની ભાષા અને સંસ્કૃતિ વિશે જણાવવામાં આવ્યું છે. જાપાની સીખવા માટેનાં 2 સ્તર છે, લેવન-1 અને લેવલ-2. લેવલ-2 અઘરુ છે જેથી વારાફરથી ઑક્ટોમ્બરમાં ભારતીય એન્જીનિયર્સ જાપાન જશે. અંદાજે 3 હજાર ભારતીય એન્જીનિયર્સ અને ટેક્નિશિયન્સ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે.ભારતમાં 2022 સુધી બુલેટ ટ્રેન ચલાવવાનું લક્ષ્ય છે.

Related posts

ભાડુ ન ચુકવતા બીએસએનએલની ઓફિસને તાડા લાગી ગયા

Mayur

પાકિસ્તાનની સંસદમાં બૅન થયો ‘સિલેક્ટેડ પ્રાઈમ મિનિસ્ટર’

Kaushik Bavishi

રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડવાના નિર્ણય પર અડગ, તેમના નિવાસ સ્થાન બહાર કોંગ્રેસ કાર્યકરોનો જમાવડો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!