કેન્દ્ર સરકાર હવે પાવર સેક્ટરને લઈને મોટા પગલા ઉઠાવવા જઈ રહી છે. દેશમાં પહેલી વખત વિજળી ઉપભોક્તાઓને નવો પાવર મળનારો છે. તેના માટે પાવર મિનિસ્ટ્રીએ ઈલેક્ટ્રીસીટી રૂલ્સ, 2020 ઉપર સામાન્ય લોકો અને રાજ્ય સરકારો પાસેથી સૂચનો માંગ્યાં છે.

હવે તમને ત્યારે જ વિજળીનું કનેક્શન મળશે જ્યારે તમે સ્માર્ટ કે પ્રિપેડ મીટર લગાવવા માટે તૈયાર હશો. જો વિજળીના બિલ ઉપર સંદેહ છે તો વિતરણ કંપનીઓ તમને રિયલ ટાઈમ વપરાશ ડિટેલ્સ લેવાનો વિકલ્પ દેશે. ઉર્જા મંત્રાલય નવા કંઝ્યુમર નિયમોના માધ્યમથી કાયદાકીય રૂપ દેવા માટે જઈ રહી છે. કન્ઝ્યુમરને સ્માર્ટ કે પ્રિપેઈડ મીટર જાતે લગાવી શકશે અથવા તો પછી ડિસ્કોમથી લઈ શકશે.

કન્ઝ્યુમ ઉપર ડિસ્કોમથી મીટર લેવા માટે દબાણ નહીં હોય. કન્ઝ્યુમરને જાતે જ બિલની વિગતો મોકલવાનો વિકલ્પ મળશે. એટલું જ નહીં વિતરણ કંપની તમને ખોટી રીતે પ્રોવિઝનલ બિલ પણ મોકલી શકશે નહીં, આપાતકાલીન સ્થિતિમાં એક નાણાકીય વર્ષમાં માત્ર 2 વખત પ્રોવિઝલ બિજ મોકલી શકાશે. જણાવી દઈએ કે કોરોના કાળમાં પ્રોવિઝનલ બિલના નામ ઉપર કંપનિઓએ મોટા બિલો મોકલ્યાં છે. ડ્રાફ્ટ કન્ઝ્યુમર રાઈટ્સ 2020માં ઉર્જા મંત્રાલયે આ જોગવાઈ કરી છે.

જો કોઈ ગ્રાહકનું બિલ 60 દિવસ મોડુ આવે છે તો ગ્રાહકે બિલમાં 2-5 ટાકા છુટ મળશે. વિજળી બીલની ચૂકવણી કેશ, ચેક, ડેબિટકાર્ડ કે નેટ બેકીંગથી કરી શકશો. પરંતુ 1000 રૂપિયા કે તેની ઉપરના બિલની ચૂકવણી ઓનલાઈન જ થશે. વિજળી કનેક્શન કપાવા, બીજી લેવા, મીટર બદલાવવા, બિલિંગ અને પેમેન્ટને લઈને નિયમો સરળ કરવામાં આવ્યાં છે.

સેવાઓમાં વાર લાગવાથી વિજળી વિતરણ કંપનીઓ ઉપર પેનલ્ટીની જોગવાઈ કરવામાં આવી છે. ઉપભોક્તાઓને 24×7 ટોલ ફ્રી સેન્ટર હશે. નવું કનેક્શન લેવા માટે, કનેક્શન કાંપવા માટે, કનેક્શન શિફ્ટ કરાવવા માટે મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવશે. સેવાઓમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જેમ કે, નામ બદલાવવું હોય, લોડ બદલાવવો હોય, મીટર બદલાવવું હોય તે પણ આ એપ્લીકેશનના માધ્યમથી કરી શકશો.
- Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત
- India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો