GSTV

દુનિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર અર્થવ્યવસ્થાઓમાં ભારત, મોદી સરકારના તમામ દાવો ફેલ

નોબેલ પુરસ્કારથી સન્માનિત થનાર અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જીએ મંગળવારે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા દુનિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેમણે આગળ કહ્યું કે સમસ્યાઓ સામે લડવા માટે સરકારે જે આર્થિક પ્રોત્સાહન જાહેર કર્યું છે તે પુરતું નથી. તેમણે કહ્યું કે જુલાઇથી સપ્ટેમ્બર સુધીના ત્રિમાસિક ગાળાના આર્થિક વૃદ્ધિ દરમાં વધારો જોવા મળશે. ભારતનો આર્થિક વૃદ્ધિ દર કોરોના મહામારી પહેલાથી જ ધીમો પડ્યો છે. એક ઓનલાઇન કાર્યક્રમ દરમિયાન તેમણે આ વાતો કરી છે.

જુલાઇથી સપ્ટેમ્બર સુધીના ત્રિમાસિક ગાળાના આર્થિક વૃદ્ધિ દરમાં વધારો જોવા મળશે

અભિજિત બેનર્જીએ કહ્યું કે 2021ના વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર આ વર્ષની સરખામણીમાં ઘણે સારો હશે. મને નથી લાગતું ભારત સરકારે જાહેર કરેલું આર્થિક પેકેજ પર્યાપ્ત હોય. આર્થિક પ્રોત્સાહનના જે ઉપાયો છે તેના કારણે ઓછી અને મધ્યમ આવક વાળા લોકોના ખર્ચમાં કોઇ વધારો થયો નથી, કારણ કે સરકાર આ લોકોના હાથમાં પૈસા આપવા નહોતી માંગતી. ઉલ્લેખનીય છે કે અભિજિત બેનર્જિ મૂળ બંગાળના છે અને વર્તમાન સમયે તેઓ મૈસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં પ્રોફેસર છે.

અભિજિત બેનર્જિ મૂળ બંગાળના છે

મોંઘવારી વિશે વાત કરતા તેમણે કહ્યું કે ભારતની રણનીતિ બંધ અર્થવ્યવસ્થાની રહી છે. જેમાં સરકાર મોટા પ્રમાણમાં માંગ ઉત્પન્ન કરે છે. જેના કારણે આર્થિક વૃદ્ધિની સાથે મોંઘવારી પણ વધે છે. ભારતમાં લગભગ 20 વર્ષ સુધી મોંઘવારી અને આર્થિક વિકાસની સ્થિતિ રહી. જેનાથી દેશને ઘણો લાભ પણ થયો છે.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

IPL 2020/ મુંબઈની પ્લે ઓફમાં ધમાકેદાર એન્ટ્રી, RCBને 5 વિકેટે હરાવ્યું

Pravin Makwana

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!