GSTV
Gujarat Government Advertisement

ભારતીય અર્થવ્યવસ્થા ખાડામાં: કોરોનાના કહેર વચ્ચે ઘરેલૂ ઉત્પાદનમાં સાડા છ લાખ કરોડનું થયું નુકસાન

મોદી સરકાર

Last Updated on May 4, 2021 by Harshad Patel

કોરોના મહામારીની બીજી વેવના કારણે દિલ્હી સહિત દેશભરના ઘણા રાજ્યોમાં આંશિક કે પૂર્ણ લોકડાઉનને પગલે મોટાભાગના બજારો બંધ રહેવાને કારણે ધંધાને મોટું નુકસાન થયું છે. ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) નો દાવો છે કે એપ્રિલમાં કોરોના મહામારીને કારણે દેશમાં સ્થાનિક વેપાર (ડોમેસ્ટિક ટ્રેડ) ને 6.25 લાખ કરોડ રૂપિયાનું અંદાજિત નુકસાન થયું છે. આ સંસ્થાએ એવો દાવો પણ કર્યો છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પણ અંદાજે કુલ 75 હજાર કરોડ રૂપિયા જેટલું મહેસૂલને લીધે નુકસાન થવાનો અંદાજ છે.

છૂટક વ્યવસાયને 4.25 લાખ કરોડનું નુકસાન થયું

કેટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે દાવો કર્યો છે કે એપ્રિલમાં દેશના કુલ ઘરેલુ કારોબારને આશરે 6.25 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જેમાંથી છૂટક વ્યવસાયને 4.25 લાખ કરોડનું નુકસાન થયું છે, જ્યારે હોલસેલ ધંધાને અંદાજિત 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

વેપારીઓની દુર્દશા સાથે માનવ સંસાધનોનું મુલ્ય અવગણી ના શકાય

ખંડેલવાલે કહ્યું કે, ચોક્કસપણે વેપારમાં થયેલા નુકસાનના આંકડા માત્ર ભારતની અર્થવ્યવસ્થાને નબળી બનાવી રહ્યા છે, સાથે સ્થાનિક વેપારની દુર્દશા તરફ પણ ધ્યાન દોર છે. પરંતુ એને લઈને કોરોનાથી થતા મૃત્યુઆંકની અવગણના કરી શકાતી નથી. ભારત જેવા વિકાસશીલ અર્થતંત્ર માટે માનવ સંસાધનોનું નુકસાન પણ એટલું જ મહત્વનું છે. મહામારીને ને કારણે, દેશમાં લોકો ખૂબ જ મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા છે અને કોરોનાના આંકડા દૈનિક ઝડપથી વધી રહ્યા છે, જેને જો તાત્કાલિક નિયંત્રણમાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ મુશ્કેલ સમયનો સામનો કરવો પડી શકે છે.

આવશ્યક દવાઓ સહિત તબીબી સુવિધાઓની ઉપલબ્ધતા ખૂબ મહત્વપૂર્ણ

આ માટે, દેશવાસીઓએ કોરોનાથી રક્ષણ માટે વ્યાપારી પ્રવૃત્તિની ગતિવિધિ અટકાવવાની કિંમત ઉપર પણ કડક પગલાં અપનાવવાની જરૂર છે. બીજી તરફ, ઓક્સિજનની ઉપલબ્ધતા અને તબીબી હોસ્પિટલોની સેવાઓમાં વધારો થવાની સાથે, આવશ્યક દવાઓ સહિત તબીબી સુવિધાઓની ઉપલબ્ધતા પણ ખૂબ મહત્વપૂર્ણ છે.

રાષ્ટ્રીય લોકડાઉન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ

સંસ્થાના અધ્યક્ષ બી.સી. ભારતીયાએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિને નિશ્ચિતપણે સામનો કરવા માટે રાષ્ટ્રીય લોકડાઉન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેથી જ સીએટી છેલ્લા 15 દિવસથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના હિતમાં રાષ્ટ્રિય લોકડાઉન લાદવાની વિનંતી કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને લોકડાઉન કરવા અંગે વિચારણા કરવા સૂચન પણ કર્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!