GSTV
Home » News » ‘વર્ષ 2021 સુધી ભારતીય ઈ-કોમર્સ માર્કેટ 84 અબજ ડૉલર થવાની આશા’

‘વર્ષ 2021 સુધી ભારતીય ઈ-કોમર્સ માર્કેટ 84 અબજ ડૉલર થવાની આશા’

દેશમાં ઈ-કોમર્સ ક્ષેત્રનો વિસ્તાર ઝડપથી વધી રહ્યો છે. 2021 સુધી તેનો આકાર 84 અબજ ડૉલર થવાની આશા છે. વર્ષ 2017માં આ 24 અબજ ડૉલર રહ્યું હતું.

ડેલૉઈટ ઈન્ડિયા અને રીટેલ એસોસિએશન ઑફ ઈન્ડિયાએ મંગળવારે જાહેર કરેલા એક રીપોર્ટમાં કહ્યું કે ઝડપથી વધતી અર્થવ્યવસ્થા અને વસ્તી વિષયક સમૃદ્ધિને પગલે દેશમાં ગ્રાહક વેપારનો માહોલ પહેલાથી સારો છે. રીપોર્ટ મુજબ, આ પરીબળ દેશમાં રીટેલ માર્કેટની વૃદ્ધી માટે ઈંધણનું કામ કરશે. આ ભારતને એશિયામાં ત્રીજુ અને દુનિયામાં ચોથુ સૌથી મોટું રીટેલ માર્કેટ બનાવવામાં મદદ કરશે.

ભારતમાં રીટેલ માર્કેટના 2021 સુધી વધારીને 1200 અબજ ડૉલર થવાની સંભાવના છે, જે 2017માં 795 અબજ ડૉલર હતું. રીપોર્ટ મુજબ, દેશમાં ઈન્ટરનેટની પહોંચ વધી છે અને મોટાભાગની આંતરરાષ્ટ્રીય છૂટક કંપનીઓએ ભારતમાં પોતાનું પરીચાલન શરૂ કર્યુ છે. 2017માં દેશના છૂટક માર્કેટમાં સંગઠિત છૂટક માર્કેટની ભાગીદારી 12 ટકા હતી. 2021 સુધી તેના 22-25 ટકા થવાની શક્યતા છે.

રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2021 સુધી દેશમાં ઈ-કોમર્સ સેક્ટરનો આકાર વધીને 84 અબજ ડૉલર થઇ જશે, જે 2017માં 24 અબજ ડૉલર હતું. આ બધી માહિતી ‘અનરેવલિંગ ધ ઈન્ડિયન કન્ઝ્યૂમર’ રીપોર્ટમાં આપવામાં આવી છે. ડેલૉઈટ ઈન્ડિયામાં સહાયક અનિલ તલરેજાએ કહ્યું કે જ્યાં સુધી ભારતીય માર્કેટની ક્ષમતાની વાત છે, આ મજબૂત બનીને રહેશે અને આ દુનિયાનું ત્રીજુ સૌથી મોટું ગ્રાહક માર્કેટ બનવાના માર્ગ તરફ છે. 2021 સુધીમાં તેના 1200 અબજ ડૉલર થવાની આશા છે.

READ ALSO

Related posts

સેક્સ માણવાથી થઇ ગયો ડેન્ગ્યુ, રિપોર્ટમાં આ જોઇને ડોક્ટર્સ પણ રહી ગયાં દંગ

Bansari

મોબાઈલ ધારકો માટે આવ્યા અત્યાર સુધીના સૌથી ખરાબ સમાચાર, કંપનીઓ હવે તેજીનો લાભ લેવાના મૂડમાં

Bansari

બેંકોમાં હવે પાનકાર્ડને બદલે આધારકાર્ડ પણ ચાલશે, સરકારે જુઓ બદલી દીધા આ નિયમો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!