GSTV

પશ્ચિમ બંગાળનાં પડઘા દેશભરમાં પડ્યા, ઠેર ઠેર ડૉક્ટરોની હડતાળ

Last Updated on June 17, 2019 by Mayur

પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોની સાથે મારા-મારીની ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે. પશ્ચિમ બંગાળમાં તબીબોની હડતાળની સાથે સાથે આજે દેશભરમાં તબીબોએ હડતાળનું એલાન કર્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને દેશભરમાં આજથી 24 કલાકની હડતાળ પર જવાની જાહેરાત આપી છે. જેમા પાંચ લાખ જેટલા ડોક્ટર જોડાવવાનો દાવો કરાયો છે. જેનાથી તમામ બિન-જરૂરી સુવિધાઓ બંધ રહેશે અને હોસ્પિટલોની OPD સેવા પણ બંધ રહેશે. દેશમાં ઠેર ઠેર ધરણા અને પ્રદર્શન પણ યોજવામાં આવશે. IMAના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજન શર્માએ જણાવ્યું કે, પહેલીવાર કોર્પોરેટ હોસ્પિટલ પણ હડતાળમાં સામેલ થયા છે. એમ્સ અને સફદરગંજના રેસિડેન્ડ ડોક્ટર્સ એસોશિએશનને પણ હડતાળમાં સામેલ થવાની અપીલ કરી છે.

દિલ્હીમાં ડૉક્ટર્સે બાંધી કાળી પટ્ટી

ઈન્ડિયન મેડિકલ એસોશિયેશન દ્વારા જાહેર કરવામાં આવેલી દેશ વ્યાપી હડતાળને દિલ્હીમાં ડોક્ટર્સનું સમર્થન મળ્યુ છે. દિલ્હીમાં ડોક્ટરોએ માથે પટ્ટી બાંધી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી. ડોક્ટર્સની માગ છે કે, હોસ્પિટલમાં દર્દીના પરિવારજનો દ્વારા ગમે ત્યારે હુમલો કરવામાં આવે છે. જેથી સરકાર દ્વારા ડોક્ટરોને હોસ્પિટલમાં સુરક્ષા પુરી પાડવામાં આવે.. ડોક્ટરની હડતાળના કારણે દિલ્હી એઈમ્સમાં આઈસીયુ અને સર્જરી વિભાગ બંધ કરવામાં આવ્યો છે. જેથી અનેક દર્દીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.

જયપૂરમાં ડૉક્ટર્સનો વિરોધ

ઈન્ડિયન મેડિકલ એસોશિયેશન દ્વારા જાહેર કરવામાં આવેલી ડોક્ટર્સની હડતાળની અસર જયપુરમાં પણ જોવા મળી. જયપુરમાં હોસ્પિટલ ડોક્ટર વગર ખાલી જોવા મળી. જેથી દર્દીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો. દેશભરના ડોક્ટર પોતાની સુરક્ષાની માગ કરી રહ્યા છે. જેથી પશ્વિમ બંગાળમાં ડોક્ટર્સની હડતાળના કારણે સ્વાસ્થ્ય સેવા કોમામાં ગઈ છે.

સુરતના તબીબો જોડાયા

પશ્ચિમ બંગાળમાં તબીબ પર હુમલાની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે તબીબોને દેશવ્યાપી હડતાલ છે. જેમાં ગુજરાતના તબીબો પણ જોડાયા છે. સુરતમાં સુરતના આશરે 3500 થી વધુ તબીબો એક દિવસીય હડતાળ પર ઉતર્યા છે. ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના નેજા હેઠળ 500 તબીબો ઓપીડીથી દૂર રહી ઘટનાનો વિરોધ નોંધાવી રહ્યા છે. જોકે ઇમરજન્સી સેવા કાર્યરત રહેશે. સુરતમાં સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ અને ઈંનટર્ન તબીબો તેમજ એમબીબીએસના વિદ્યાર્થીઓ એક દિવસની હડતાળમાં જોડાયા છે. તો ખાનગી હોસ્પિટલમાં પણ ફક્ત ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. તબીબો પર અવારનવાર થતા હુમલાને લઈ રોષ ફેલાયો છે.

બરોડામાં દેખાવો કરાયા

પશ્ચિમ બંગાળમાં તબીબ પર થયેલા હુમલાને લઈ દેશભરના તબીબો આજે હડતાલ પર છે. વડોદરાના અંદાજે ત્રણ હજાર જેટલા તબીબો હડતાલમાં જોડાયા છે. કમાટીબાગ એમ્પી થિયેટર પાસે તબીબોએ બંગાળની ઘટનાનો વિરોધ કરી દેખાવ કર્યા. તબીબ પર થયેલા હુમલાના વિરોધમાં ઓપીડી બંધ રાખીને કામકાજથી અળગા રહ્યા છે. સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ સહિતના રેસિડન્ટ ડૉક્ટર્સ ઓપીડી અને ઇન્ડોર સેવાઓથી દૂર રહ્યા છે. જોકે તંત્રએ ઓપીડી સેવાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી હોવાનો દાવો કર્યો.

જામનગરમાં ડૉક્ટરોના પ્રતીક ઉપવાસ

દેશભરમાં તબીબોની હડતાલમાં જામનગરના તબીબો પણ જોડાયા છે. જામનગરમાં જી.જી.હોસ્પિટલના તબીબો ડોક્ટરો હડતાલ અને પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. જામનગર જુનિયર ડોક્ટર એસોસીએશનના નેજા હેઠળ તબીબો હડતાલ પર ઉતર્યા છે. ઇમર્જન્સી સેવા સિવાય તમામ તબીબી સેવાઓ બંધ રખવામાં આવી છે. તબીબોને સુરક્ષા માટે માંગ સાથે દેખાવો કર્યા. તબીબોએ ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી.

READ ALSO

Related posts

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

મહંત નરેન્દ્ર ગિરીના નિધનથી રાજકીય આલમમાં આઘાતની લાગણી, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Pritesh Mehta

હદ છે / વિદ્યાર્થીઓને સ્કૂલમાં ટોયલેટ જવા માટે બતાવવું પડશે ડોક્ટરનું પ્રિસ્કીપશન, શાળાના વિચિત્ર નિયમોથી વાલીઓ પરેશાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!