GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

જાસૂસી કાંડના ખુલાસાથી પાકિસ્તાનને લાગ્યો ઝટકો, ભારતીય રાજદૂતને બોલાવ્યા

પાકિસ્તાને નવી દિલ્હી સ્થિતિ પોતાના હાઇકમિશનના પોતાના બે અધિકારીઓને જાસૂસી કાંડમાં સસ્પેન્ડ કરવાના ભારતના નિર્ણય સામે વાંધો ઉઠાવતા ભારતીય રાજદૂતને તલબ કર્યા હતા. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ભારતીય અધિકારીને બોલાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પાકિસ્તાને કહ્યું કે, નવી દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસના બે અધિકારીઓને સસ્પેન્ડેડ જાહેર કરવાના નિર્ણયની પાકિસ્તાન નિંદા કરે છે. એટલું જ પાકિસ્તાને જાસૂસીકાંડના તમામ આરોપોને પણ ફગાવી દીધા. પાકિસ્તાને તેમ પણ કહ્યું કે, ભારતીય કાર્યવાહી ડિપ્લોમેટીક સંબંધો પર વિયેના સમજૂતી અને ડિપ્લોમેટીક નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

નાપાક હરકતોથી બાજ આવતુ નથી

આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે, નવી દિલ્હીમાં પાકિસ્તાન ઉચ્ચાયોદના બે સ્ટાફ સભ્યોને ભારતીય અધિકારીઓના ખોટા અને અપ્રમામિત આરોપના કારણે 31 મેના રોજ પકડ્યા હતા. જોકે, તેમણે કહ્યુ હતુ કે, ઉચ્ચાયોગના હસ્તક્ષેપ બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા, ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સીમા પર જ નહી, પરંતુ ભારતની અંદર પણ નાપાક હરકતોથી બાજ આવતુ નથી.

બે કર્મચારી ભારતની વિરુદ્ધ જાસૂસી કરતા પકડાયા

નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમિશનના બે કર્મચારી ભારતની વિરુદ્ધ જાસૂસી કરતા પકડાઈ ગયા હતા. ISI ના જાસૂસ પાકિસ્તાની હાઈ કમિશનમાં કામ કરી માહિતી એકઠી કરી રહ્યા હતા. રવિવારના રોજ તેમને રંગે હાથ ક્લાસિફાઈડ ડોક્યૂમેન્ટ એક્સચેન્જ કરતા પકડી પાડવામાં આવ્યા હતા. તેમની ધરપકડે પાકિસ્તાનના ‘સ્પાઈ ટ્રેપ’ના નકશા સામે રાખી દીધી છે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!