GSTV
Home » News » IPLમાં કેટલી મેચો રમવી તેનો નિર્ણય ભારતીય ક્રિકેટરો જાતે લે

IPLમાં કેટલી મેચો રમવી તેનો નિર્ણય ભારતીય ક્રિકેટરો જાતે લે

virat kohali

વર્લ્ડકપ અગાઉ યોજાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભારતીય ક્રિકેટરોએ કેટલી મેચો રમવી તેનો નિર્ણય તેમને જાતે જ લેવો જોઈએ. ભારતીય ક્રિકેટરો પર આઇપીએલની મેચો રમવા અંગે કોઈ નિયંત્રણ મુકી ન શકાય. કોહલીએ અગાઉ જ સંકેત આપી દીધો હતો કે, ખેલાડીઓએ જાતે જ તેમની ફિટનેસ જાળવવાની છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ કોઈ ફ્રેન્ચાઈઝીને એમ નહી કહે કે, વર્લ્ડકપની ટીમમાં સામેલ ખેલાડીઓને આરામ આપો કે માત્ર ગણતરીની અને મહત્વની જ મેચોમાં રમાડો.

કોહલીએ આઇપીએલના એક કાર્યક્રમમાં જણાવ્યું કે, જો હું ૧૦, ૧૨ કે ૧૫ મેચો રમી શકું તેમ હોઉં તો એ જરુરી નથી કે, અન્ય ખેલાડીઓએ મારા જેટલી જ મેચો રમવી. મારે મારા શરીરને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો છે કે, કેટલી મેચો રમવી અને ક્યારે આરામ કરવો.

બેંગ્લોર ટીમના કાર્યક્રમમાં કોહલીએ ઊમેર્યું કે, કોઈ અન્ય ખેલાડીનું શરીર મારા કરતાં વધુ મેચો રમવા માટે સક્ષમ હોઈ શકે છે. તો કોઈ અન્ય ખેલાડી મારા જેટલી મેચો રમી ન પણ શકે. દરેક વ્યક્તિએ પોતાની ફિટનેસનું ધ્યાન રાખવાનું છે, તેની સાથે સાથે વર્લ્ડકપને પણ નજરમાં રાખવાનો છે.

વર્લ્ડકપ માટેની ટીમની જાહેરાત આઇપીએલ દરમિયાન જ થવાની છે અને કોહલી જાહેરાત કરી ચૂક્યો છે, ભારતની વર્લ્ડકપ ટીમ લગભગ નક્કી જ છે. તેણે ખેલાડીઓને નચિંત થઈને આઇપીએલમાં રમવા માટે જણાવ્યું છે. ટૂંકમાં આઇપીએલના દેખાવને આધારે વર્લ્ડકપની ટીમ પસંદ નહિ થાય તેવી તેણ ખાતરી આપી છે.

READ ALSO

Related posts

સલમાન ખાન સાઈકલ લઈ નીકળ્યો, વચ્ચે વીડિયો ઉતારનારનો મોબાઈલ ઝૂંટવી લીધો

Mayur

IPL 2019: જીતની સિક્સર ફટકારવા ઉતરશે CSK, મુંબઇ ઇન્ડિયન્સની નજર પ્લેઑફ પર

Bansari

પ્રધાનમંત્રી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા NDAના નેતાઓની બેઠક

Mayur