GSTV
Home » News » અનેક મહિલાઓ સાથે સંબંધ બાંધવા અંગે કમેન્ટ કરીને બરાબરનો ફંસાયો હાર્દિક પંડ્યા, BCCIએ ફટકારી નોટિસ

અનેક મહિલાઓ સાથે સંબંધ બાંધવા અંગે કમેન્ટ કરીને બરાબરનો ફંસાયો હાર્દિક પંડ્યા, BCCIએ ફટકારી નોટિસ

બીસીસીઆઇએ બુધવારે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને ટીવી શૉમાં મહિલાઓ પર તેમની ટિપ્પણીના કારણે કારણ દર્શાવો નોટિસ મોકલી છે. આ ટિપ્પણીઓની આલોચના થયા બાદ બોર્ડ ખેલાડીઓના આ પ્રકારના શૉમાં સામેલ થવા પર પણ રોક લગાવી શકે છે.બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે, શૉમાં હાર્દિકે જે વાત કરી છે તેનાથી બીસીસીઆઇ અને ભારતીય ક્રિકેટની છવિ ખરાબ થઇ છે. માફી પૂરતી નથી અને સખત કાર્યવાહી થવી જોઇએ જેથી યુવા પેઢી માટે યોગ્ય ઉદાહરણ પુરુ પાડી શકાય.

હકીકતમાં તાજેતરમાં જ ટીવી શૉ ‘કૉફી વિથ કરણ’માં હાર્દિક પંડ્યા પોતાના સાથે ખેલાડી કેએલ રાહુલ સાથે ઉપસ્થિત રહ્યો હતો. શૉ દરમિયાન પંડ્યાએ કેટલીક એવી વાતો કહી દીધી જેનાથી વિવાદ ઉભો થયો છે.

આ શૉમાં પંડ્યાએ તે વાત કબૂલી હતી કે તે અનેક મહિલાઓ સાથે રિલેશનમાં રહ્યો છે અને તે પોતાના માતા-પિતા સાથે પણ ખૂબ જ ઓપન છે. તેણે જણાવ્યું કે જ્યારે પહેલીવાર તેમણે વર્જીનીટી તોડી હતી ત્યારે તેણે પોતાના પેરેન્ટ્સને જણાવ્યું હતું કે, આજે હું કરીને આવ્યો છુ.

આ વિવાદિત નિવેદન બાદ પંડ્યાએ સોશિયલ મીડિયા પર જ્યારે આલોચનાઓનો સામનો કરવો પડ્યો ત્યારે તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માફી માંગી હતી. તેણે પોસ્ટમાં લખ્યું કે, કૉફી વિથ કરણમાં મારા નિવેદન પર ધ્યાન આપતા મે તે તમામની માફી માગુ છું, જેનું મે કોઇપણ રીતે દિલ દુભાવ્યું હોય. ઇમાનદારીથી કહું તો શૉના અંદાજને જોતા હું વધારે ઓપન થઇ ગયો. હું કોઇનું અપમાન કરવા માગતો ન હતો અથવા તો કોઇની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માગતો ન હતો. રિસ્પેક્ટ.

હાર્દિક પંડ્યાનું નામ એલી અવરામ અને ઇશા ગુપ્તા સાથે જોડાઇ ચુક્યું છે. તેવામાં કેએલ રાહુલનું નામ પણ બોલીવુડ એક્ટ્રેસ નિધિ અગ્રવાલ સાથે જોડાયું હતું. જો કે બંનેએ શૉ દરમિયાન કહ્યું કે તેઓ સિંગલ છે.

ભારતીય ટીમના યુવા ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ક્રિકેટના મેદાન પર તો લાઇમલાઇટમાં રહે જ છે પરંતુ હવે નાના પડદે એક વિવાદિત કમેન્ટ કરવાના કારણે તે ચર્ચાનો વિષય બની ગયો છે.

Read Also

Related posts

સૌરાષ્ટ્રના સૌથી મોટા મલ્હાર મેળાનું સીએમ વિજય રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન, 15 લાખથી વધુ લોકો લેશે મુલાકાત

Nilesh Jethva

ગર્ભાવસ્થા દરમ્યાન જો તમે આ પાણી પીવો છો તો બાળકને થશે અસર, સંશોધનનું તારણ

Path Shah

જો તમારા શરીરમાં આ લક્ષણો દેખાઈ રહ્યાં છે તો તમારી કીડની ખરાબ થઈ રહી છે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!