GSTV

ભારતીય ક્રિકેટ ટીમ પર કોરોનાનો ખતરો: સ્ટાર ખેલાડી રિષભ પંત પોઝિટિવ, ટીમ ઇન્ડિયાની ચિંતા વધી

પંત

Last Updated on July 15, 2021 by GSTV Web Desk

ઇંગ્લેન્ડમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. તેની અસર ભારતીય ક્રિકેટ ટીમને પણ થઇ હતી. ઇંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમના સ્ટાર વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત કોરોનાની ઝપટમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તે આઇસોલેટ થઇ ગયો છે. એ ઉપરાંત બીજો પણ એક ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યો હતો, જે સ્વસ્થ થઇ ગયો છે.

મળતી માહિતી મુજબ બંને ખેલાડીઓમાં શરદી, ઉધરસ જેવા હળવા લક્ષણો જોવા મળ્યાં હતાં. પરંતુ બંનેની હાલત સ્થિરછે. પોઝિટિવ આવ્યા પછી એક ખેલાડીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે બીજા ખેલાડીનો ટેસ્ટ 18 જુલાઈના રોજ કરવામાં આવશે. 18 જુલાઈના રોજ ખેલાડીનો દસમો દિવસ આઇસોલેશનમાં હશે.

એક અહેવાલ પ્રમાણે બીજા ખેલાડીનો ટેસ્ટ થશે, નેગેટિવ આવવા પર ટૂંક સમયમાં જ તે ખેલાડીઓને પણ બાકી ટીમના કેમ્પ સાથે સામેલ થઇ જશે.

જો ટીમ ઇન્ડિયાના પ્લાનની વાત કરીએ તો તમામ ખેલાડી લંડમાં છે. બધા ખેલાડીઓ હવે ડરહમ જશે. ફક્ત જે ખેલાડી હાલ પોઝિટિવ છે, તે નહીં જાય. બબલમાં સામેલ થતા પહેલા તમામ ખેલાડીઓનો ટેસ્ટ પણ થશે.

ક્રિકેટરો

મળતી માહિતી મુજબ ખેલાડીઓને 3-4 દિવસ પહેલા જ કોરોના સામેની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. BCCI તરફથી પત્રમાં ખેલાડીઓને જણાવવામાં આવ્યું હતું કે કોઈ ખેલાડી વિંબલડન અને યૂરો જોવા ન જાય.

Read Also

Related posts

(BA.2)નો રાક્ષસી પંજો! ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ પણ વધુ ખતરનાક, RT-PCR પરીક્ષણો પણ તેને શોધી શકતા નથી

pratik shah

અતિ મહત્વનું! ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2ના 168 અધિકારીઓની કરી બદલી

pratik shah

BIG NEWS : યુપી ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા RPN સિંહનું રાજીનામું, કહ્યું – ‘નવા અધ્યાયની શરૂઆત’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!