GSTV
Home » News » ભારતના આ દિગ્ગજ ખેલાડીની એક લાખ ધનરાશિનું મેન ઓફ ધ મેચ પ્રાઇઝ કચરામાં શું કરી રહ્યું છે ?

ભારતના આ દિગ્ગજ ખેલાડીની એક લાખ ધનરાશિનું મેન ઓફ ધ મેચ પ્રાઇઝ કચરામાં શું કરી રહ્યું છે ?

કોઇ દિવસ આવું નથી બન્યું કે કચરામાંથી ક્રિકેટરનો મેન ઓફ ધ મેચનો ખિતાબ બહાર આવે. હવે તો બધાને ખબર હશે કે કચરામાં ઉભેલો આ વ્યક્તિ હાથમાં એક લાખનો ચેક લઇ મેન ઓફ ધ મેચના ખિતાબને દર્શાવી રહ્યો છે. તમને બધાને આ તસવીર  સોશિયલ મીડિયાના દરેક ખૂણે જોવા મળી રહી હશે. હવે સવાલો એ ઉઠી રહ્યા છે કે આ છે ક્યા ક્રિકેટરનું ? છે તો ભારતનું જ પણ ભારતનો ક્યો ક્રિકેટર ?

કેરળના એક એનજીઓ દ્વારા દાવો કરવામાંઆવ્યો છે કે મેન ઓફ ધ મેચની આ રિપ્લિકા રવિન્દ્ર જાડેજાની છે. ખબરો મળી છે કે એક કર્મચારીને કચરો નાખતી વખતે આ રિપ્લેકા મળી હતી. ત્યારે તેણે રિપ્લિકાને પોતાનાહાથમાં રાખી ફોટો ખેંચાવ્યો ત્યારથી સોશિયલ મીડિયા પર તોફાનની જેમ આ તસવીર વાયરલ થઇ રહી છે.

આ તસવીરને એનજીઓએ ફેસબુક પર શેર કરી અને બીસીસીઆઇની લાપરવાહીનો અરિસો પણ તેમને બતાવ્યો. આમ તો પ્લાસ્ટિક નાબૂદીની વાતો થઇ રહી હોય છે, પણ જો બીસીસીઆઇ જ આવું કરે તો ?

યાદ હોય તો વેસ્ટઇન્ડિઝ સામે રવિન્દ્રજાડેજાએ પાંચમી અને છેલ્લી વનડેમાં બેસ્ટ બોલિંગ નાખી વેસ્ટ ઇન્ડિઝની ટીમને 104રનમાં ઓલ આઉટ કરી દીધી હતી. એ મેચમાં જાડેજાએ 34 રન આપી 4 વિકેટ ખેરવી હતી. તેના આબેસ્ટ બોલિંગ પરફોર્મન્સના કારણે તેને મેન ઓફ ધ મેચનું પ્રાઇઝ એનાયત કરવામાંઆવ્યું હતું. પણ હવે આ પ્રાઇઝ કચરામાં જોવા મળ્યું છે. જેથી બીસીસીઆઇ સહિત દેશભરમાં તેની આલોચના થઇ રહી છે.

READ ALSO 

Related posts

લાલુ પ્રસાદ અને અખિલેશ સહિત અનેક નેતાઓની સુરક્ષામાં કાપ: 130 કેસની સમીક્ષા

Mayur

મોટર વ્હીકલ એક્ટમાં સુધારાનો ખરડો વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં પસાર

Mayur

આંધ્ર સ્થાનિક યુવાનોને ખાનગી ક્ષેત્રે નોકરીમાં 75 ટકા અનામત આપનાર પ્રથમ રાજ્ય બન્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!