GSTV

સૌથી મોટા સમાચાર, મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લઈ લીધી નિવૃત્તિ

ભારતના સફળ કેપ્ટન અને કેપ્ટન કુલના નામથી જાણીતા બેટ્સમેન એમ એસ ધોનીએ નિવૃતિની જાહેરાત કરી છે. અચાનક નિવૃતિની જાહેરાત કરતા તેમના ચાહકોમાં નિરાશા છવાઈ છે. ભારતના સૌથી સફળ કેપ્ટનમાંના એક એમએસ ધોનીએ ભારતને ટી20 અને વન ડેમાં વિશ્વ વિજેતા બનાવી હતી. ધોનીએ ઘણા સમયથી ક્રિકેટ રમી નથી. બીસીસીઆઈએ નવા વિકલ્પો શોધવાના શરૂ કરતાં ધોનીને અંદાજ આવી ગયો હતો. આજે એમણે જાતે જ નિવૃત્તિની ઘોષણા કરી છે. જોકે, તેઓ આઈપીએલ રમવાનું ચાલુ રાખશે.

જાદૂઈ કેપ્ટન રહેલ ધોનીના કરિયર પર નજર કરવામાં આવે તો આ હીરોએ ઝીરોથી શરૂઆત કરી હતી. જી, હાં પ્રથમ મેચમાં તે શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં મેચ હતી. કેપ્ટન સૌરવ ગાંગુલી ટોસ હારી ચુક્યો હતો અને બાંગ્લાદેશે ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત ખરાબ રહી અને ઓપનિંગ કરવા આવેલ ગાંગુલી (0) અને સચિન તેંડુલકર (19) ઝડપથી આઉટ થઈ ગયા હતા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર ચાર મિનિટનો લાંબો વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે ક્રિકેટ જીવનકાળની ઝલક દેખાડી છે. અને બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યુ છે. તેમણે ચાહકોને તેને સમર્થન આપવા બદલ આભાર માન્યો હતો.

મહેન્દ્ર સિંઘ ધોની મુખ્યત્વે એમ. એસ. ધોની ના નામે જાણીતા ભારતીય ક્રિકેટર છે. ચેન્નાઇ સુપરકિંગ્સના આઈપીએલ ટીમના કપ્તાન છે. તેમણે ડિસેમ્બર ૨૦૦૪ માં બાંગ્લાદેશ વિરુધ્ધ એક દિવસીય ક્રિકેટમાં તેમજ આ જ સમયગાળામાં તેમણે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટમાં પદાર્પણ કર્યુ હતું. તેઓ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રહી ચૂકયા છે. તેમણે ૨૦૦૭માં રાહુલ દ્રવિડ પાસેથી વન-ડે શ્રેણીનું સુકાનીપદ સંભાળ્યું અને તેમના નેતૃત્વ હેઠળ શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં તેની પ્રથમ જીત થઇ હતી. ધોનીએ ભારતને વિશ્વકપ અપાવ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાનીએ તેની ક્રિકેટ કારકિર્દીમાં અનેક એવા સિમાચિન્હો હાંસલ કર્યા છે જેને પ્રશંસકો પણ આજ સુધી ભુલ્યા નથી. મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટના ઈતિહાસનો એકમાત્ર કેપ્ટન છે, જેણે આઈસીસીની તમામ ત્રણ ટ્રોફી – 2007 ટી20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2007), 2011 ક્રિકેટ વર્લ્ડ કપ (ICC World Cup 2011) અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy 2013) જીતી છે.

38 વર્ષના ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની એમએસ ધોનીએ આઈપીએલની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ માટે પણ ત્રણ આઈપીએલ ટ્રોફી જીતી છે અને ચેમ્પિયન્સ લીગના બે ટાઈટલ પણ જીત્યા છે.

ધોનીનો જન્મ રાંચીમાં થયો હતો

ધોનીનો જન્મ રાંચી, ઝારખંડ ખાતે થયો હતો. તેના પિતાનુ નામ પાનસિંઘ છે. તેમને જયાંતી ગુપ્તા નામે એક બહેન અને નરેન્દ્ર સિંઘ ધોની નામે એક ભાઇ છે. તેણે પોતાનું શિક્ષણ જવાહર વિદ્યામંદિર, શ્યામલી, ઝારખંડ ખાતે લીધુ હતુ. તેમને નાનપણમાં બેડમિન્ટન અને ફુટબોલની રમત પ્રત્યે ખુબ લગાવ હતો. તે તેમની ફુટબોલની ટીમના ગોલકીપર હતા અને તેના ફુટબોલ પ્રશિક્ષકે તેને જિલ્લા કક્ષાએ ક્રિકેટ રમવા મોકલ્યા હતા. તેમણે ત્યાં પોતાની વિકેટ-કીપીંગ કળાથી સૌને પ્રભાવિત કર્યા હતા અને ત્યારબાદ તે ૧૯૯૫-૧૯૯૮ દરમિયાન કમાન્ડો ક્રિકેટ ટીમના વિકેટ-કીપર બન્યા હતા. તેના પ્રદર્શનના આધારે તેને ૧૯૯૭-૯૮ માં વિનુ માંકડ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યા હતા.ધોનીના લગ્ન ૪ જુલાઇ ૨૦૧૦ના રોજ સાક્ષી સિંઘ રાવત સાથે થયા હતા.

READ ALSO

Related posts

વિરાટ કોહલીને પીએમ મોદીનો સવાલ, યો-યો ટેસ્ટ શું છે …

Mansi Patel

કાશ્મીરની આ મહિલા ફૂટબોલરે ‘કેપ્ટન કૂલ’ ધોનીને પોતાનો આદર્શ ગણાવ્યો

Mansi Patel

અશ્વિન અંગે પ્રેક્ટિસ બાદ જ નિર્ણય લેવાશે, દિલ્હી કેપિટલ્સના કોચ કૈફનો ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!